વાયરલ

રન-વે પર ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું હતું પ્લેન, ત્યારે જ એક કબૂતર પાંખિયા પર બેસી ગયું અને આટલી સ્પીડમાં પણ ટસનું મસ ના થયું

ફલાઈટના પાંખિયા પર બેસી ગયું કબૂતર, પ્લેન રન-વે પર દોડવા લાગ્યું, પછી સ્પીડ વધતા જ થયું એવું કે

દુનિયાભરમાં રોજ ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, જેમાંથી ઘણી ઘટનાઓ એવી પણ હોય છે જે લોકોના હોંશ પણ ઉડાવી દેતી હોય છે. આવી ઘણી બધી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે જે લોકોને હેરાનીમાં પણ નાખી દેતા હોય છે, ત્યારે હાલ એક કબૂતરનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક કબૂતર વિમાનની પાંખ પર બેઠેલું જોવા મળે છે, પરંતુ વિમાન ઉડતાની સાથે જ કબૂતર અનોખી રીતે સરકવા લાગે છે. પ્લેન તેની સ્પીડ વધારીને ટેક ઓફ કરે છે, પરંતુ તેનાથી અજાણ કબૂતર ત્યાં જ બેઠું રહે છે, પરંતુ એરક્રાફ્ટની વધતી સ્પીડ સાથે તે લપસવા લાગે છે અને જોતા જ તે ફની રીતે લપસી જાય છે અને કેમેરામાંથી અચાનક ગાયબ થઈ જાય છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ સમગ્ર ઘટનાક્રમ વિમાનની અંદર બેઠેલા એક મુસાફરે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જો કે, જ્યારે કબૂતર સરકીને નીચે પડી ગયું ત્યારે પેસેન્જર તે પછી વીડિયો રેકોર્ડ કરી શક્યો નહીં. આ વીડિયો પોસ્ટ થતાં જ તે વાયરલ થઈ ગયો હતો. તેના પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે કબૂતરે ઘણી હિંમત બતાવી.

વાયરલ થઇ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા બધા પ્લેટફોર્મ પર જોવા મળી રહ્યો છે. આ પહેલા એક વખત ફ્લાઇટની અંદર કબૂતર ઘુસી જવાનો કિસ્સો પણ સામે આવ્યો હતો. આ બધું ત્યારે થયું જ્યારે જયપુર આવી રહેલી ફ્લાઈટમાં ટેકઓફ પહેલા એક કબૂતર મળી આવતા મુસાફરોમાં હંગામો મચી ગયો હતો. આ પછી, પ્લેન રોકીને પહેલા કબૂતરને બહાર કાઢવામાં આવ્યું, પછી ફ્લાઈટ અમદાવાદથી જયપુર જઈ શકી હતી.