આવો જાણીએ, ઘરમાં કબૂતરોનું આવવુ શુભ માનવામાં આવે છે કે અશુભ?
કબૂતર એક શાંત પક્ષી માનવામાં આવે છે અને મોટાભાગે લોકો પણ તેને ઉછેરવાનું પસંદ કરે છે. ઘરમાં પણ ઘણીવાર કબૂતર માળો બનાવતા હોય છે. શાસ્ત્રોમાં પણ કબૂતરનો માળો ઘરમાં બનાવવા પર ઘણા તથ્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે અમે તમને જણાવીશું કે કબૂતરનો માળો ઘરમાં હોવો શુભ છે કે અશુભ?(અહીં લીધેલી તમામ તસ્વીરો પ્રતીકાત્મક છે).

1. કબૂતરનો માળો આપે છે શુભ સંકેત:
શાસ્ત્રોના આધારે કબૂતર પોતાનો માળો ઘરમાં બનાવે તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમારા જીવનમાં જલ્દી જ સુખ સુવિધાનું આગમન થવાનું છે અને તરક્કીના અનેક માર્ગ મળશે. આવનારો સમય તમારા માટે માત્ર ને માત્ર શુભ જ રહેવાનો છે.

2. માં લક્ષ્મીના ભક્ત માનવામાં આવે છે કબૂતર:
શાસ્ત્રોના આધારે કબૂતર માં લક્ષ્મીના ભક્ત માનવામાં આવે છે. માટે ઘરમાં કબૂતર ઘરમાં હોવાથી માં લક્ષ્મીનો પણ વાસ ઘરમાં રહે છે અને માં ની કૃપા હંમેશા તમારા પર બનેલી રહે છે, અને આર્થિક તંગી પણ દૂર થાય છે.

3. જીવન પર પડે છે સકારાત્મક અસર:
શાસ્ત્રોના આધારે કબુતરનો માળો ઘરમાં હશે તો તેનાથી તમારું ખરાબ ભાગ્ય પણ સારા ભાગ્યમાં બદલાઈ શકે છે અને જીવનની નકારાત્મક્તા પણ દૂર થાય છે. રોજ કબૂતરને દાણા આપવાથી તમારું ભાગ્ય પણ સફળતા તરફ ચાલી નીકળશે અને જીવનની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થશે.

4. સુખ-શાંતિ અને સમૃદ્ધિનો સંકેત:
જો તમારા ઘરમાં પણ કબૂતર માળો બનાવે તો સમજી લો કે તમારા જીવનમાં જલ્દી જ સુખ શાંતિ આવવાની છે અને દુઃખના દિવસો દૂર થવાના છે.તમને આવનારા સમયમાં મોટી સફળતા હાથ લાગવાની છે.