સુપર સ્ટાર સલમાન ખાનને લઈને ખબ આવતી રહે છે કે તે તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે જ સારો સંબંધ રાખે છે. એક એશ્વર્યા સિવાય.આજકાલ પણ એક ફોટો બહુજ વાયરલ થયો છે. આ ફોટો જોઈને તમને ચોંકી જશો.
વાયરલ થયેલા આ ફોટોમાં સલમાન ખાન સાથે સંગીત બિજલાની અને યુલિયા વંતૂર બન્ને એક સાથે નજરે આવે છે. થોડા સમયથી યુલિયા અને સલમાનને લઈને ખબર આવતી જ રહે છે.
જણાવી દઈએ કે,સંગીતા બિજલાણીનો 9 જુલાઈના બર્થડે હતો. બર્થડેની આ ફોટો માનવ મંગલાનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટોમાં ઍકટર મોહનિશ બહલ પણ નજરે આવે છે.
આ ફોટો એરટેલે ચર્ચામાં આવ્યો છે કે, કારણકે સંગીત સલમાનને ડેટ કરી ચુકી છે. જયારે સલમાનનું નામ યુલિયા વંતૂર સાથે જોડાય ચૂક્યું છે. ત્યારે બન્નેનું એક ફ્રેમમાં રહેવું મોટી વાત છે. આ વાત તો સલમાન ખાન પણ સારી રીતે જાણે છે. હાલમાં સલમાન ખાન ફિલ્મ દબંગ-3ના શુટિંમાં વ્યસ્ત છે. અને હાલમાં આ શૂટિંગનું કામ જલ્દી ચાલી રહ્યું છે.આ ફિલ્મમાં ફરી એક વાર સલમાન અને સોનાક્ષી રોમાન્સ કરતા નજરે ચડશે.
ફિલ્મથી વધારે સંગીતા બિજલાની સલમાન સાથે અફેરને લઈને ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચામાં રહી છે. સલમાન ખાનનું નામ સંગીતા અને યુલિયા સિવાય ઘણી એક્ટ્રેસ સાથે જોડાય ચૂક્યું છે. જેમાં કેટરીના કૈફને સોમી અલીનું નામ પણ શામેલ છે. બ્રેકઅપ બાદ સંગીતા અને સલમાન સારા મિત્ર છે. સંગીતા બિજલાનીએ 1988માં ‘કાતિલ’ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
સંગીતા બિઝલાનીએ 1996માં ક્રિકેટર મોહમ્મ્દ અઝહરુદીન સાથે લગ્ન કર્યા હતા. બન્નેના સંબંધ લાંબો ચાલ્યો ના હતો અને 2010માં બન્ને અલગ થઇ ગયા હતા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks