મિત્રોની પ્રશંસાથી શરૂ કર્યો હતો બિઝનેસ, આ મહિલા વર્ષે કરે છે આ બિઝનેસમાંથી 30 લાખની કમાણી

જાણો એવો તો શું ધંધો કર્યો કે લાખો રૂપિયા છાપે છે..રસપ્રદ સ્ટોરી

યાચના બંસલ દિલ્હીની એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક છે. તેમણે વર્ષ 2018માં ઘરેથી જ અથાણાના બિઝનેસની શરૂઆત કરી હતી. 40 વર્ષિય યાચના, જેણે ઘરે બેઠા જ અથાણુ, મુરબ્બો અને દાળ વડી બનાવવાની શરૂ કરી હતી. ઘરે તૈયાર આ ડિશનું નામ “જયનિ પિકલ્સ” આપ્યુ અને તેને ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મથી તેને માર્કેટ સુધી પહોંચાડ્યુ. વર્ષ 2018માં શરૂ કરેલ આ બિઝનેસ વર્ષે 30 લાખ રૂપિયાનો ધંધો કરે છે. આ બિઝનેસમાં યાચનાના પરિવારના સભ્યો પણ સપોર્ટ કરે છે.

Image source

યાચના એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક પણ છે. તે કહે છે કે, તેમને બાળકોને ભણાવવું ખૂબ જ ગમે છે. તે જ માટે તે સ્કૂલ છોડવા ઇચ્છતી નથી. તે ફ્રી સમયમાં બિઝનેસને આગળ વધારવામાં લાગી રહે છે. યાચના કહે છે કે, તેમના પતિના મિત્રોએ તેમને પ્રેરિત કર્યા અને કહ્યુ કે, અથાણા બનાવવાની જે કળા છે તે ઘર સુધી સિમીત ન રાખો. યાચનાના પતિ સોફટવેર એન્જિનિયર છે. તેઓ પણ સમય નીકાળી યાચનાને બિઝનેસમાં મદદ કરે છે.

જોઇન્ટ પરિવાર સાથે રહેનારી યાચના કહે છે કે, ખૂબ જ સારી વાત છે કે, બધા લોકો એકસાથે રહે છે. તે જ કારણે આ બિઝનેસ આગળ વધારવામાં મદદ મળી રહે છે. યાચના અનુસાર, કયા સિઝનમાં કોને કયુ અથાણુ પસંદ આવે છે અને તે માંગ ઉપરથી તે અથાણુ બનાવડાવે છે. બિઝનેસ આગળ વધ્યો હોવાથી તેણે મદદ માટે પણ કેટલાક લોકોને કામ પર રાખ્યા છે.

Image source

યાચનાએ કહ્યુ કે, જયારે અમે અથાણાની માર્કેટિંગ કરી તો દુકાનદારને તે મોંધુ પડ્યુ પરંતુ ટેસ્ટ માટે ઘણી માત્રામાં પેકેટો બનાવડાવ્યા. જયારે લોકોને તે પસંદ આવ્યુ ત્યારે ઓર્ડર મળતા ગયા. તે બાદ ગ્રાહકોનો સારો રિસ્પોન્સ મળતો ગયો. આ ઉપરાંત અમે ઘરની નીચે એક દુકાન પણ ખોલી છે. તે માટે ઘરના એ ભાગને કોમર્શિયલાઇઝ પણ કરાવ્યો.

યાચના કહે છે કે તેેમની ભાભીએ દાળની વડી બનાવી હતી અને એક ગ્રાહક આવ્યા અને તેમણે આવી જ વડીના માંગ કરી. જયારે અને તેને ભાભીના હાથની વડી બતાવી તો સારો રિસ્પોન્સ મળ્યો. તે બાદ તેનો પણ બિઝનેસ શરૂ કર્યો. પહેલી વાર તેમણે 250 કિલો દાળની વડી બનાવી હતી અને તે બે મહિનામાં જ વેચાઇ ગઇ હતી.

Image source

યાચના કહે છે કે, ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ મળી રોજ લગભગ 50 કિલોગ્રામ અથાણા અને મુરબ્બાનુ વેચાણ થાય છે. ગયા વર્ષે તેમણે બંને પ્લેટફોર્મથી 30થી35 લાખનો બિઝનેસ કર્યો હતો.

Shah Jina