ખબર

જુલાઈ-ઓગસ્ટમાં ફૂટી શકે છે કોરોનાનો મોટો બોમ, કોરોના વિષે ધ્રુજારી લાવી દે તેવી ભવિષ્યવાણી

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ફેલાયેલો છે, ત્યારે ભારત પણ તેની ચપેટમાં આવી ગયું છે, ભારતમાં તો દિવસેને દિવસે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, લોકડાઉન જેવા ગંભીર નિર્ણયો લેવા છતાં પણ કોરોનાને રોકી શકવામાં આપણે હજુ એટલા કરગરી સાબિત થયા નથી, અને હાલ તેના કારણે જ ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 3 લાખને પણ પર કરી ગયો છે. ત્યારે આપણા દેશ માટે પણ કોરોના વાયરસનો પ્રકોપ રોકવો એક ચિંતા જનક બાબત બની ગયું છે.

Image Source

અને હજુ પણ આ ખતરો વધુ વધવાની સંભાવના વિશેષજ્ઞો જાહેર કરી રહ્યા છે, વિશેષજ્ઞો પ્રમાણે જુલાઈના મધ્યમાં કે ઓગસ્ટની શરૂઆતમાં દેશની અંદર કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ચરમ સીમા ઉપર પહોંચી શકે છે. ચિંતાનો વિષય એ પણ છે કે અત્યારથી જ રાજ્ય સરકારોના સ્વાસ્થ્ય વ્યવસ્થાનો દમ ફૂલવા લાગ્યો છે. જયારે જુલાઈ અને ઓગસ્ટમાં આ ગંભીર પરિસ્થિતિ સર્જાશે ત્યારે હાલત કેવી થશે એ મોટી ચિંતાનો વિષય છે.

Image Source

હાલની પરિસ્થિતિને જોતા દેશની અંદર રોજના 10 હજારથી પણ વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. અને હજુ આવનાર સમયમાં આ સંખ્યા વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતમાં અત્યાર સુધી 3,32,783 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા છે જેમાંથી 9,520 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધી 1,69,797 લોકો સાજા પણ થઇ ગયા છે. હાલના આંકડા મુજબ દેશની અંદર 1,53,106 એક્ટિવ કેસ છે.

Image Source

બીજા દેશો કરતા ભારતમાં મૃત્યુદર અને રિકવરી રેટ સૌથી ઊંચો છે, પરંતુ આવનાર થોડા મહિનામાં સંક્રમિતોની સનાકહ્વામાં ભારે વધારો થવાની શકતા વિષેશષજ્ઞો જતાવી રહ્યા છે અને તેમાં પણ જુલાઈ, ઓગસ્ટનો સમય ગાળો કોરોનાનો પીક સમય જણાવવામાં આવી રહ્યો છે. કોરોનાની વેક્સીન પણ આવતા વર્ષે આવશે તેવી શકતા વિશેષજ્ઞો દ્વારા દર્શાવવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.