ખબર ધાર્મિક-દુનિયા

હનુમાનજીની મૂર્તિ પર પડ્યો ભારે-ભરખમ વીજળીનો થાંભલો અને પછી થયું એવું કે વાયરલ થઇ ગઈ તસ્વીર

એક તરફ સમગ્ર દેશ કોરોનાથી પરેશાન છે, બીજી તરફ, દેશના કિટલાંક ભાગોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડ્યો હતો. અગાઉ એમ્ફાન વાવાઝોડાએ નુકસાન કર્યું હતું. ત્યારે આ બધા જ વચ્ચે હનુમાનજીની મૂર્તિ પર પડેલા વીજળીના થાંભલાનો ફોટો એકદમ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઇને લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે… જય શ્રી રામના નારાથી આખું સોશિયલ મીડિયા ગુંજી ઉઠ્યું છે.

આ તસ્વીર ક્યાંની અને ક્યારની છે એ વિશે કોઈ માહિતી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ તસ્વીર જોઈને ભક્તો હનુમાનજીનો ચમત્કાર જણાવી રહ્યા છે. કારણ કે તોફાનમાં વીજળીનો થાંભલો પડવા છતાં બજરંગબલીની પ્રતિમાને કોઈ નુકસાન થયું નથી.

આ તસ્વીરમાં તમે જોઈ શકો છો કે હનુમાનજીની મૂર્તિ પર વીજળીનો થાંભલો પડ્યો છે. તે બજરંગબલીના એ હાથ પર પડ્યો છે જે હાથેથી એમને પર્વત ઉઠાવીને રાખ્યો છે.

આ તસ્વીર સોશિયલ મીડિયા પર ટ્વિટરથી લઈને ફેસબુક સુધી શેર કરવામાં આવી રહી છે. આ અંગે લોકો કહી રહ્યા છે કે બજરંગબલીને એમ જ તો સંકટ મોચન નથી કહેવાતા.

મૂર્તિ પર ભારે વીજળીનો થાંભલો પડ્યા પછી પણ મૂર્તિ સુરક્ષિત છે. આ તસ્વીર વાયરલ થયા પછી લોકો હનુમાન ચાલીસાની કેટલીક લાઈનો પણ લખી રહ્યા છે. એક ભક્તે તસ્વીર શેર કર્યું અને લખ્યું – સંકટ કટે મિટે સબ પીરા, જે સુમિરૈ હનુમત બલબીરા. ચાર જગ પરતાપ તુમ્હારા… હૈ પર સિદ્ધ જગત ઉજિયારા…

જોકે આ તસ્વીર ક્યાંની છે તે હજી સ્પષ્ટ થયું નથી, પરંતુ બજરંગબલી સાથે સંકળાયેલી લોકોની આસ્થા આ તસ્વીરનાં વાયરલ પછી વધુ મજબૂત થતી હોય તેવું લાગી રહ્યું છે.

લોકો કહે છે કે બદ્રીનાથ અને કેદારનાથ યાત્રા દરમિયાન રસ્તામાં બજરંગ બલીના ઘણા મંદિરો આવે છે જે ભક્તોને હિંમત આપે છે.

આ છે બજરંગબલીની શક્તિનું અદભૂત દ્રશ્ય, આ વીર બજરંગબલીની શક્તિ છે, કેટલાક લોકો તેને ફક્ત એક યોગાનુયોગ માનશે. આ ફોટાને લઈને મોટાભાગના લોકોએ જય શ્રી રામ લખ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.