Fact Check

વાહ વાહ…મોદી સરકાર દરેક સ્ત્રીના બેંક ખાતામાં નાંખશે 60 હજાર રૂપિયા? જાણો શું છે સચ્ચાઈ

સોશિયલ મીડિયામાં એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર મહિલા શક્તિ યોજના હેઠળ બધી મહિલાઓના ખાતામાં 60 હજાર રૂપિયા જમા કરાવી રહી છે.

Image source

યુ ટ્યુબનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ થવા પાછળનું કારણ એ હતું કે, કેન્દ્ર સરકાર દેશની બધી જ મહિલાઓના બેન્ક ખાતામાં 60 હજાર રૂપિયા જમા કરાવી રહી છે તો બધા જ લોકો ઇચ્છતા હોય કે કોઈ મહિલા આ લાભથી વંચિત ના રહે.

Image source

જણાવી દઈએ આ વિડીયો દેશભરના લોકોને ગુમરાહ કરી રહ્યો છે. આ વિડીયો ફક્ત લોકોને ગુમરાહ કરવાનો છે. પીઆઈબી ફેક્ટ ચેકની તપાસમાં મહિલાઓના બેંક ખાતામાં 60 હજાર રૂપિયાનો વિડીયો ખોટો નીકળ્યો છે.

પીઆઈબી ફેક્ટ ચેકએ આ વીડિયોમાં થઇ રહેલા દાવાને ખોટો ઠેરવ્યો છે. તમે પણ જાણી લો કે કેન્દ્ર સરકાર દ્વારા મહિલા શક્તિ જેવી કોઈ યોજના નથી. એટલે કે યુટ્યુબમાં 60 હજાર રૂપિયા આપવાનો જે દાવો કરવામાં આવ્યો છે તે ફેક છે. તમને સલાહ આપવામાં આવે છે કે કોઈ પણ વિડીયો જોતા પહેલા તેની તપાસ કરો.