ખબર

શું ખરેખર ભારત દેશમાં 1 ડીસેમ્બરથી ફરી લોકડાઉન લાદી દેશે? જાણો મોદી સરકારે શું કહ્યું

ભારતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. છેલ્લા ઘણા દિવસથી કોરોનાના દરરોજ 40 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. ઘણા રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયાનક બનતી જાય છે. એઈમ્સ દિલ્હીના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ ભારતમાં કોરોનાની બીજી તરંગ અંગે ચેતવણી આપી છે. એઇમ્સના ડિરેક્ટરએ કહ્યું કે બેદરકારી અને હવાના પ્રદૂષણને કારણે કોરોનામાં ચેપ સતત વધી રહ્યો છે.

Image Source

દેશમાં વધતા કોરોનાના કેસ અને બીજી લહેર વચ્ચે ફરીથી એક વાર લોકડાઉનની ચર્ચાએ જોર પકડ્યું છે. ઘણી જગ્યા ખબર આવવા લાગી છે કે, દેશભરમાં ફરી એકવાર લોકડાઉન લાગુ કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં એવી ખબર મળી રહી છે કે,દેશભરમાં ફરી એક વાર 1 ડીસેમ્બરથી લોકડાઉન કરવામાં આવશે.

પીઆઈબીની ફેકટચેક ટીમ દ્વારા સત્યતાની તપાસ કરવામાં આવી હતી. જેમાં સાફ-સાફ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આવી કોઈ યોજના નથી. વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોનાના વધતા મામલા જોઇને 1 ડીસેમ્બરથી ફરીથી આખા દેશમાં લોકડાઉન કરવામાં આવશે.

પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે વાયરલ સંદેશની તપાસ કરતાં કહ્યું કે આવી કોઈ યોજના સરકારની નથી. પીઆઈબી ટીમે પણ આ પ્રકારના ભ્રામક સંદેશાઓથી બચવાની સલાહ આપી છે.

Image Source

નોંધપાત્ર વાત એ છે કે કોરોનાના વધતા જતા મામલાને કારણે ફ્રાન્સ અને બ્રિટનમાં બીજી વખત લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ઇંગ્લેન્ડમાં બીજું લોકડાઉન 2 ડિસેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે.
જણાવી દઈએ કે, કોરોના મામલે વિશ્વમાં ભારતમાં બીજા ક્રમે છે. ભારતમાં કોરોનાના 90 લાખથી વધુ કેસ નોંધાય ચુક્યા છે. દેશમાં અત્યાર સુધી 8,475,897 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.