ખબર

PI સાહેબે સ્વિટીની લાશ કાઢવા સ્વિટીની જ કાર વાપરી અને…

PI ની નફ્ફટાઈ તો જુઓ , કિરીટસિંહને ખોટું કહ્યું હતું કે ‘બહેન બીજાના પ્રેમમાં હતી એટલે મારી નાખી ’ પણ…

વડોદરાના સૌથી ચકચારી કેસ PI અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ મામલે સૌથી મહત્વનો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. સ્વીટી પટેલના પતિએ એટલે કે વડોદરાના SOG PI અજય દેસાઇએ સ્વીટી પટેલની હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી છે. આ સૌથી ચકચારી કેસને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે થોડા જ સમયમાં ઉકેલી નાખ્યો છે.

આ કેસમાં આરોપી અજય દેસાઇએ જે કાર સ્વીટીની લાશને લઇ જવામાં વાપરી હતી તે કાર તેણે સ્વીટીના જન્મદિવસ પર જ ખરીદી હતી. આ કાર પીઆઇએ બીજાના નામે લીધી હતી અને તે પોતે આ કાર વાપરતો હતો. અજય દેસાઇ અને સ્વીટી પટેલ લગ્ન કર્યા પહેલા લીવઇનમાં રહ્યા હતા અને તેમણે વર્ષ 2016માં સ્વીટી સાથે ફૂલહાર કર્યા હતા, જો કે, તેમણે વર્ષ 2017માં એક અન્ય યુવતિ સાથે લગ્ન કર્યા હતા. ત્યારે સ્વીટીએ બીજી પત્નીને છૂટાછેડા આપી પોતાને કાયદેસર પત્ની રાખવા જણાવ્યુ હતુ. આ કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને હતો જો કે, ઝઘડો વધવા પણ લાગ્યો હતો.

સ્વીટી પટેલ 5 જૂને ગુમ થયા હતા અને તે બાદ હવે આ કેસમાં ખુલાસો થયો છે. આ કેસમાં ક્રાઇમ બ્રાંચની તપાસમાં કોંગ્રેસના નેતા કિરીટસિંહ જાડેજા પણ આરોપી હોવાનું સામે આવ્યુ છે. તેમણે અજય દેસાઇને ગર્ભવતી બહેનને સળગાવી દેવાની વાત કરી મનાવ્યો હતો. આ મામલે પીઆઇની પણ સંડોવણી હતી.

સ્વીટી પટેલની હત્યા પહેલા PI દેસાઈએ મિત્ર અને કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાને કહ્યું હતું કે, મારી બેન લગ્ન કર્યા વિના જ ગર્ભવતી થઈ ગઈ હોવાથી તેની હત્યા કરવી પડશે. આ વાત સાંભળીને કિરીટસિંહ પહેલા તો ચોંકી ગયા હતા, પરંતુ બાદમાં મિત્ર અજયને મદદ કરવાની તૈયારી બતાવી હતી.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સોંપાયાના 3 દિવસમાં જ પોલીસે પીઆઇ દેસાઇ અને કિરીટસિંહની આગવી ઢબે પૂછપરછ કરતાં હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.