ખબર

કોરોના વેક્સિન લીધા બાદ શારીરિક સંબંધ બાંધવો સુરક્ષિત છે ? જાણો એક્સપર્ટ શું કહી રહ્યા છે તેના વિશે ?

ભારત સંતે દુનિયાભરમાં કોરોના વાયરસ વિરુદ્ધ રસીકરણ અભિયાન શરૂ થઇ ગયું છે. હાલ 45થી ઉપરની ઉંમરના લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે રસીકરણ બાદ ઘણા બધા સવાલો મનમાં ઉભા થતા હોય છે.

કોરોના વેક્સિન લીધા બાદ શું કરવું ? શું ના કરવું ? શું ખાવું ? શું ના ખાવું ? તેને લઈને ઘણા પ્રશ્નો મનમાં જન્મતા હોય છે. ત્યારે બીજો એક પ્રશ્ન એ પણ મનમાં થાય કે કોરોના વેક્સિન લીધા બાદ શું સંબંધો બાંધવા સુરક્ષિત છે ? ત્યારે ચાલો જાણીએ આ વિષય ઉપર નિષ્ણાતો શું કહે છે.

જોકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોરોનાની વેકિસન લીધા બાદ સંબંધો બાંધવાને લઈને કોઈ દિશા નિર્દેશ નથી કરવામાં આવ્યો. પરંતુ મડીકલ નિષ્ણાતો રસીકરણ બાદ થોડા દિવસ સુધી સંબંધ બનાવતી વખતે ગર્ભનિરોધક વાપરવાની સલાહ આપે છે.

Image source

ઇન્ડિયન એક્સપ્રેસ મીડિયાને ડૉ દિપક વર્માએ જણાવ્યું કે SARS-CoV2 એક નોવેલ વાયરસ છે અને તેને બેઅસર કરવા માટે જ વેક્સિન બનાવવામાં આવી છે. અત્યારે એ કહેવું મુશ્કેલ છે કે રસીના કોઈ લાંબા સમયના દુષ્પ્રભાવ છે અને શું આ ઈન્ટરકોર્સ કરવા ઉપર પુરુષ અને મહિલાને પ્રભાવિત કરે છે કે નહીં. આજના સમયની હાલત જોતા રોકથામ જ સૌથી સારો બચાવ છે.

તેમને આગળ જણાવ્યું કે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછા 2થી 3 અઠવાડિયા સુધી પુરુષો અને મહિલા માટે ગર્ભ નિરોધક અને  ઉપયોગ કરવો યોગ્ય રહેશે. એવું એટલા માટે કે સંબંધ બાંધતી વખતે શરીરના તરલ પદાર્થ એકબીજાના સંપર્કમાં આવે છે.

ડૉ. વર્માએ કહ્યું કે  આપણે નથી જાણતા કે વેક્સિન આપણને કેવી રીતે પ્રભાવિત કરી રહી છે જેના કારણે આ સમયે કોન્ડોમનો ઉપયોગ કરવો સૌથી સારું અને પ્રભાવી રોકથામ હશે. તો ડોકરે મહિલાઓને સલાહ આપી છે કે વેક્સિન લગાવવાથી મહિલાઓએ પહેલા સ્ત્રી રોગ વિશેષજ્ઞો પાસેથી સલાહ જરૂર લેવી જોઈએ.