બાળપણના મિત્રોએ સોશિયલ મીડિયામાં કર્યું એવું કામે કે એન્જીન્યરીંગ કરી રહેલી વિદ્યાર્થીનીએ પંખે લટકીને કરી લીધો આપઘાત… જાણો સમગ્ર મામલો

સોશિયલ મીડિયામાં બાળપણના મિત્રોએ કર્યો આ કાંડ, 20 વર્ષીય યુવતીએ કંટાળીને કરી લીધો આપઘાત

ગુજરાત સમેત દેશભરમાં આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ એક આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક એન્જીનીયરીંગની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો હતો.

આ મામલો સામે આવ્યો છે તેલંગાણાના વારંગલ જિલ્લામાંથી. જ્યાં એન્જિનિયરિંગના ત્રીજા વર્ષની વિદ્યાર્થિનીએ તેના બાળપણના બે મિત્રો દ્વારા સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા કેટલાક ફોટોગ્રાફ્સથી પરેશાન થઈને આપઘાત કરી લીધો છે. વિદ્યાર્થીનીની ઓળખ 20 વર્ષીય રક્ષિતા તરીકે થઈ છે. યુવતી રવિવારે રાત્રે વારંગલ શહેરના રામનાપેટ ખાતે તેના સંબંધીના ઘરે સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવી હતી.

ભૂપાલપલ્લીની રહેવાસી રક્ષિતા નરસામપેટની એક એન્જિનિયરિંગ કોલેજમાં બીટેક ત્રીજા વર્ષની વિદ્યાર્થીની હતી. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થિની 10મા ધોરણમાં ભણતા જસવંત અને રાહુલ સાથે મિત્રતા હતી. તેણે આ પગલું એટલા માટે લીધું કારણ કે ભૂતકાળમાં તેના મિત્રો દ્વારા લેવામાં આવેલી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પોલીસે જસવંત અને રાહુલ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેમને પકડવા માટે વિશેષ ટીમો બનાવવામાં આવી છે.

પોલીસે સ્પષ્ટતા કરી હતી કે સોશિયલ મીડિયા પર દાવા પ્રમાણે આ રેગિંગનો મામલો નથી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંને યુવકો કોલેજનો અભ્યાસ કરતા ન હતા. વારંગલ પોલીસ જસવંત અને રાહુલના ભૂતકાળના રેકોર્ડ વિશે પણ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે. રાહુલ છેલ્લા કેટલાક સમયથી યુવતીને હેરાન કરતો હતો. પરિવારે ભૂપાલપલ્લી પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેણે યુવકને બોલાવ્યો અને તેનું કાઉન્સેલિંગ કર્યું.

રક્ષિતા જે મહાશિવરાત્રિ પર ભૂપાલપલ્લીમાં તેના ઘરે આવી હતી, તે બીજા દિવસે કૉલેજ જવા નીકળી હતી, પરંતુ તે ન આવી અને તેના માતાપિતાએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. બે દિવસ પછી તે ઘરે પાછી ફરી. વિદ્યાર્થીનીએ તેના પિતા પી. શંકરને જણાવ્યું કે તેને હોસ્ટેલમાં રહેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પગલે તેના પિતાએ તેને તેના ભાઈના ઘરે રામનાપેટ મોકલી દીધી. ગુમ થવાના કેસમાં તે સોમવારે ભૂપાલપલ્લી પોલીસ સ્ટેશન જવાનો હતો, પરંતુ તેના એક દિવસ પહેલા તેણે તેના કાકાના ઘરે આત્મહત્યા કરી લીધી.

Niraj Patel