મનોરંજન

સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ની ક્યૂટ મુન્ની યાદ છે ? મોટી થઇ ગઈ છે હર્ષાલી મલ્હોત્રા

અરે બાપ રે ! બજરંગી ભાઈજાનની મુન્નીના નવા ફોટો જોઈ આશ્ચર્ય થશે

બોલીવુડના ભાઈજાન સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં મુન્નીનો રોલ નિભાવનારી નાની બાળકી તમને યાદ છે ? આ બાળકીનું નામ હર્ષાલી મલ્હોત્રા છે. હવે તે ઘણી મોટી થઇ ગઈ છે. હર્ષાલી સોશિયલ મીડિયામાં તેની તસ્વીર શેર કરી છે જે રાતોરાત ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. લોકો વિચારી રહ્યા છે કે, મુન્ની આટલી મોટી થઇ ગઈ છે.

Image source

હર્ષાલીએ દિવાળીના તહેવારને લઈને તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં હર્ષાલી બેહદ ખુબૂસુરત નજરે આવી રહી છે. આ તસ્વીરમાં બજરંગી ભાઈજાનની મુન્નીએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે.

Image source

બીજા ફોટામાં હર્ષાલી રંગોળી પાસે બેઠેલી જોવા મળી રહી છે. તો અન્ય એક તસ્વીરમાં બજરંગી ભાઈજાનની મુન્ની દિવા સાથે નજરે પડે છે. ફોટોમાં અભિનેત્રીનું ટ્રાન્સફોર્મેશન સ્પષ્ટ જોઇ શકાય છે.

Image source

બજરંગી ભાઈજાનની અભિનેત્રીએ ભાઈબીજની તસ્વીરો શેર કરી. હર્ષાલી તેના ભાઈને ચાંદલો કરી રહી છે. હર્ષાલીએ ફોટો સાથે લખ્યું હતું- ‘હેપી ભાઈ બીજ એ માણસને, જે મને બહુ જ ચીડવે છે પરંતુ તેને હું સૌથી વધુ પ્રેમ કરું છું.’

Image source

હર્ષાલી મલ્હોત્રાનો જન્મ વર્ષ 2008 માં થયો હતો. બજરંગી ભાઈજાન ફિલ્મના શૂટિંગ દરમિયાન તે માત્ર સાત વર્ષની હતી. હર્ષાલી આ સમયે 12 વર્ષની છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

Image source

‘બજરંગી ભાઈજાન’ પછી હર્ષાલી ટીવી સિરિયલો ‘કુબૂલ હૈ’ અને ‘લૌટ આઓ ત્રિશા’ માં પણ કામ કરી ચૂકી છે. હવે ચાહકો હર્ષાલીની આગામી ફિલ્મ અથવા ટીવી સીરિયલની રાહ જોઇ રહ્યા છે. જો કે હર્ષાલીએ હજી તેની આગામી કોઈ ફિલ્મ અથવા ટીવી સિરિયલની જાહેરાત કરી નથી. 2019 માં હર્ષાલી નાસ્તિકમાં જોવા મળવાની હતી. જોકે, આ ફિલ્મ રિલીઝ થઈ ન હતી.

Image source

હર્ષાલી મલ્હોત્રાએ મુન્નીના રોલમાં એક પણ ડાયલોગ બોલ્યો ના હતો. તેની ક્યુટનેસથી તેણે દરેકનું દિલ જીતી લીધું છે. આ ફિલ્મે 300 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે.