ગ્રીષ્માએ સાથે પડાવેલા ફોટોગ્રાફ થયા કોર્ટમાં રજૂ, 4 કલાકમાં જ હત્યારા ફેનિલને કરવામાં આવ્યા 908 સવાલ, જાણો ક્યારે મળશે સજા ?

30 માર્ચે સુરતના પાસોદરામાં થયેલા ગ્રીષ્મા હત્યા કેસની અંદર કોર્ટ ટ્રાયલ ચાલુ હતો ત્યારે આ કેસની અંદર કોર્ટમાં 105 સાક્ષીઓની જુબાની પણ લેવામાં આવી હતી, જેના બાદ કોર્ટે 85 સાક્ષીઓને ડ્રોપ કરી દીધા હતા. ત્યારે આ મામલે હવે કોર્ટની આગળની કાર્યવાહી આજથી શરૂ કરવામાં આવી, જેમાં ઘણી જ મહત્વની બાબતો સામે આવી.

આજે 30 માર્ચથી કોર્ટની અંદર ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આજે આખો દિવસ હત્યારા ફેનિલ ગોયાણીનું વિશેષ નિવેદન લેવામાં આવ્યું હતું, જિલ્લા સેશન્સ કોર્ટના જજ વિમલ કે. વ્યાસની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ તેમને આ કેસની સ્પીડ ટ્રાયલ આગળ ધપાવી હતી.

કોર્ટમાં બચાવ પક્ષના વકીલ દ્વારા એક પેનડ્રાઈવ પણ રજૂ કરવામાં આવી હતી, જેની અંદર ફેનિલ અને ગ્રીષ્માના સાથે પડાવેલા ફોટોગ્રાફ હતા. આ દરમિયાન કોર્ટની અંદર સતત 4 કલાક સુધી ચાલેલી પ્રોસેસની અંદર ફેનિલને 908 સવાલો કરવામાં આવ્યા હતા, જેમાં 355 પાનાનું સ્ટેટમેન્ટ તૈયાર થયું હતું. આ દરમિયાન આરોપી ફેનિલે પોતાનો ગુન્હો હજુ સુધી કબુલ્યો નહોતો અને તે જવાબ દલીલમાં આપશે તેમ જણાવ્યું હતું.

ત્યારે હવે આ મામલામાં આરોપીના બચાવ પક્ષ તથા સરકાર પક્ષની દલીલોની બાકીની કેસ કાર્યવાહી બાદ લાગી રહ્યું છે કે આવનારી એક બે મુદ્દતની અંદર આ કેસનો ચુકાદો પણ આવી શકે છે. ગ્રીષ્માની હત્યા થયાને હવે એક મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો છે, ત્યારે તેના પરિવારજનો અને જનતા પણ આરોપી ફેનિલ ગોયાણીને જલ્દી ફાંસી થાય તેવી માંગ કરી રહી છે.

LATEST UPDATE:

સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા કેસની અંદર ગઈકાલે ચુકાદો આવી ગયો. સુરતની સેસન્સ કોર્ટ દ્વારા માસુમ ગ્રીષ્માનું ગળું કાપીને હત્યા કરી દેનારા નરાધમ ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવવામાં આવી. જેના બાદ ગ્રીષ્માનો પરિવાર પણ ન્યાય માટે સંતોષ વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. પરંતુ આ દરમિયાન ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખ ખુશ નથી દેખાઈ રહ્યા.

ફેનીલનાં વકીલ ઝમીર શેખ કોર્ટના આ ચુકાદાથી સંતુષ્ઠ નથી, તેમને હવે આ ચુકાદાને હાઇકોર્ટમાં અપીલ કરવા માટે કહ્યું છે. ઝમીર શેખે જણાવ્યું કે ફેનિલ ઉપર લોકોએ પથ્થરમારો કર્યો હતો તે વાતનો ક્યાંય ઉલ્લેખ નથી. સાક્ષીઓએ 164માં નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હોવાનું પણ જણાવ્યું હતું.

ઝમીર શેખે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ફેનિલ ગોયાણીએ મરનાર બેન છે તેમને પાછળથી પકડ્યા હતા, મારવી હોત તો સામેથી મારીને ચાલી ગયો હોત. પરંતુ સોસાયટી વાળા પથ્થર મારતા હતા તે પથ્થરથી બચવા માટે તેના આમ કર્યું. આ ઉપરાંત તેમને ડેડ બોડીનું પંચનામું પણ નહિ થયું હોવાનું જણાવ્યું હતું.

ફેનિલ ગોયાણીને ફાંસી આપવાના કોર્ટના ચુકાદાને પડકારતા તેમને એમ પણ કહ્યું હતું કે આ ચુકાદો સેસન્સ કોર્ટમાં જતા સુધી ફરી જશે. હજુ અમારી પાસે 30 દિવસનો સમય છે અમે આગળ અપીલ કરીશું. તેમને આ ચુકાદાને લઈને જણાવ્યું કે આ સજા વધારે પડતી સજા છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે આરોપીને મરનાર બેનનાના પરિવાર દ્વારા વારંવાર હેરાન કરવામાં આવતો હતો, ટોર્ચર કરવામાં આવતો હતો. એ હું રેકોર્ડ ઉપર લાવવા માંગતો હતો.

તેમને એમ પણ જણાવ્યું કે બંનેના પ્રેમ સંબંધને હું રેકોર્ડ ઉપર લાવવા માંગતો હતો, પરંતુ તે પણ કોર્ટે નથી લીધું રેકોર્ડ ઉપર. ત્યારબાદ પથ્થરમારાને મેં રેકોર્ડ ઉપર લાવવનો પ્રયત્ન કર્યો. હવે અમે ઉપરની કોર્ટમાં જઈશું. હાઇકોર્ટને બતાવીશું, સુપ્રીમ કોર્ટને બતાવીશું. અમે કોર્ટના જજમેન્ટને માથે રાખીએ છીએ પરંતુ અમારા અપીલનો પણ અધિકાર છે.

આ ઉપરાંત ઝમીર શેખે એમે પણ જણાવ્યું કે નામદાર કોર્ટ દ્વારા ચુકાદામાં લખવામાં આવ્યું છે કે આખો રેકોર્ડ હાઈકોર્ટમાં મોકલવામાં આવશે અને જ્યાં સુધી હાઇકોર્ટ બહાલી નહિ આપે ત્યાં સુધી આરોપીને ફાંસી નહિ આપવામાં આવે, ફાંસીનો આ કેસ નથી અને અમે પણ હવે આગળ આ કેસ માટે અપીલ કરતા રહીશું.

Niraj Patel