લગ્નમાં કરી રહ્યો હતો ફોટોગ્રાફી, ત્યારે જ અચાનક એવું બન્યું કે વર-કન્યા પણ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

આજકાલ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થઇ જવા કોઈ નવી વાત નથી. તેમાં પણ હવે ઇન્સ્ટાગ્રામ રીલનું ઓપશન આવી ગયું છે અને તેની અંદર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને લોકો ખુબ જ જુએ છે. બસ વીડિયોનું કન્ટેન્ટ ખાલી યુનિક હોવું જોઈએ. આજે લગ્નને લઈને પણ ઘણા વીડિયો વાયરલ થાય છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેની અંદર ફોટોગ્રાફર ફોટો લેવા દરમિયાન એવી હરકત કરી બેસે છે કે તેને જોઈને વર કન્યા પણ હેરાન રહી જાય છે. કારણ કે આ સમયે ફોટોગ્રાફર વર કન્યાના ફોટો લઇ રહ્યો હતો તે દરમિયાન જ તેની સાથે આ ઘટના ઘટી હતી.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે વર કન્યા લગ્ન કરીને બહાર આવી રહ્યા હોય છે. લોકો તેમના ઉપર ફૂલો વરસાવી રહ્યા હોય છે અને ફોટાગ્રાફર તેની તસવીરો લેતા લેતા પાછળ જતા હોય છે. આ દરમિયાન જ કન્યાનું મોઢું આશ્ચર્યથી એકદમ પહોળું થઇ જાય છે અને તે મોઢા ઉપર હાથ મૂકી દે છે. વરરાજા પણ હેરાન રહી જાય છે.

કારણ કે ફોટોગ્રાફર ફોટો લેતા લેતા સીધો જ સ્વિમિંગ પુલની અંદર જઈને પડે છે. ફોટોગ્રાફરનો સાથી તેને એક હાથ આપી અને બહાર કાઢે છે. આ જોઈને પહેલા વર કન્યા હેરાન રહી જાય છે જેના બાદ તે હસવા લાગે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે અને લાઈક પણ કરી રહ્યા છે.

Niraj Patel