ક્યારેય નહિ જોઈ હોય ખાવાનું પીરસવાની આવી સ્ટાઇલ,આશ્ચર્યચકિત કરી દેશે આ 7 PHOTOS

કેટલીક રેસ્ટોરન્ટમાં અતિથિઓને આકર્ષવા માટે ફૂડ મેનૂ અને ફૂડ સ્ટાઇલની પદ્ધતિઓ પર ખૂબ ભાર આપવામાં આવે છે. અહીં બધું ખૂબ જ યૂનિક હોય છે અને કોઈ પણ તે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

1. ‘ વી વોન્ટ પ્લેટ્સ’ ટ્વિટર એકાઉન્ટમાં ખાવાનું પીરસવાની તસવીર શેર કરવામાં આવી છે, જે તમારી ભૂખમાં વધારો કરી શકે છે અને મટાડી પણ શકે છે.

2. અત્યાર સુધી તમે વિમાનમાં બેઠા બેઠાં જ ખાવાનું ખાધું હશે, પરંતુ શું તમે ક્યારેય પ્લેટને બદલે રમકડાના વિમાનમાં ખાવાનું ખાધું છે?

3. આ રેસ્ટોરન્ટમાં, ફોન કેસમાં એટલે કે આઇફોન બોક્સમાં સ્નેક્સ પીરસ્યા છે. છે ને જોરદાર ખાવાનું પીરસવાની અજીબ સ્ટાઇલ.

4. સામાન્ય રીતે લોકો ખાણી પીણીને જૂતા અને ચપ્પલથી દૂર રાખે છે. પરંતુ જો તમે ક્યાંક જાઓ છો અને ત્યાં ફક્ત પગરખાંમાં જ ફ્રાઈસ આપવામાં આવે છે તો ?? આ વિચિત્ર તસવીર જોઈને તમે પણ ચોંકી જશો.

5. મોલ્સમાં ખરીદી કરતી વખતે, પૈડાંવાળી ટોપલી આપવામાં આવે છે, જેથી તમે ખરીદીની મજા લઇ શકો. પરંતુ અહીં કોફી જ પૈડાંવાળી ટોપલીમાં પીરસવામાં આવી છે. છે ને એકદમ જોરદાર વિચાર.

6. જાપાનમાં એક રેસ્ટોરન્ટમાં સેનેટરી પેડ્સ પર રસોઈ પીરસવામાં આવે છે. સામાન્ય રીતે, આપણે આ રીતે ખાવા-પીવા માટે ક્યારેય વિચારી શકતા નથી.

7. રેસ્ટોરન્ટ અથવા કેફેમાં બધા લોકો ખુરશી અથવા સોફા પર બેસીને જમતા હોય છે. પરંતુ આ રેસ્ટોરન્ટમાં ખુરશી પર જ ભોજન પીરસવામાં આવે છે. તેમજ અન્ય રેસ્ટોરાંમાં ડેસ્ક આયોજકમાં ખાવાની વસ્તુ પીરસવામાં આવી છે.

Patel Meet