મનોરંજન

‘ફૂલ ઔર કાંટે’ દ્વારા સુપરહિટ થઈ હતી આ હિરોઈન, 50 વર્ષની ઉંમરે લાઈમલાઈટથી દૂર જીવી રહી છે આવું જીવન

વીરુ દેવગનના દીકરા અજય દેવગને હિન્દી સિનેમામાં ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તેમની સાથે અભિનેત્રી મધુ પણ જોવા મળી હતી. આ ફિલ્મમાં પોતાના અભિનય માટે અજય દેવગનને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

Image Source

ફિલ્મનું બજેટ 3 કરોડ હતું અને આ ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મ સુપરહિટ રહી હતી અને આ ફિલ્મે લગભગ 12 કરોડની કમાણી કરી હતી.

Image Source

આ પછી અજય દેવગણે ઘણી હિટ અને ફ્લોપ મૂવીઝ આપી અને આજે પણ તે ફિલ્મોમાં એક્ટિવ છે પરંતુ તેમની ડેબ્યુ ફિલ્મમાં તેમની સાથે જોવા મળેલી અભિનેત્રી મધુ બે-ચાર ફિલ્મો કરીને પછી ફિલ્મી દુનિયાથી ગાયબ થઇ ગઈ.

Image Source

મધુનું પૂરું નામ મધુબાલા રઘુનાથ છે. મધુ હેમા માલિનીની ભત્રીજી અને જુહી ચાવલાની ભાભી છે. મધુએ બોલિવૂડ ઉપરાંત મલયાલમ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મધુનો જન્મ 26 માર્ચ 1969માં થયો હતો.

Image Source

હાલમાં મધુની ઉંમર 50 વર્ષથી વધુ છે. ‘ફૂલ ઔર કાંટે’ રિલીઝ થયા બાદ, લોકો મધુની સુંદરતા અને તેના ભોળપણના દીવાના થઇ ગયા હતા.

Image Source

મધુ રાતોરાત સુપરહિટ થઇ ગઈ હતી. તે સમયની અભિનેત્રીઓ મધુની પહેલી જ ફિલ્મ સુપરહિટ થવાથી આશ્ચર્ય ચકિત થઇ ગઈ હતી.

Image Source

‘ફૂલ ઔર કાંટે’ ઉપરાંત મધુને મણિ રત્નમની ફિલ્મ રોજા માટે પણ ઓળખવામાં આવે છે. જેને રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો.

Image Source

મુખ્ય અભિનેત્રી તરીકે મધુએ 1991માં ‘ફૂલ ઔર કાંટે’ ઉપરાંત, કે. બાલાચંદર સાથે અઝગન કરી હતી. પરંતુ લોકપ્રિયતા તેને ‘ફૂલ ઔર કાંટે’થી વધુ મળી હતી.

મધુ ટ્રેઈન્ડ ભરતનાટ્યમ ડાન્સર છે, જે તેની માતાએ તેમને શીખવ્યું હતું. મધુએ 19 ફેબ્રુઆરી 1999ના રોજ ઉદ્યોગપતિ આનંદ શાહ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી મધુએ ફિલ્મી કરિયરમાંથી બ્રેક લીધો હતો.

Image Source

ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર લગ્ન પછી મધુના પતિનો બિઝનેસ લગ્ન ખતમ થઇ ગયો અને તેણે ઘર સહિત તમામ સંપત્તિઓ વેચીને લેણદારોને 100 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.

Image Source

ત્યારબાદ મધુએ ટીવી પર કમબેક કર્યું અને કેટલાક પ્રોજેક્ટ્સમાં કામ કરવાનું શરુ કર્યું. મધુની બે દીકરીઓ છે જેનું નામ અમેયા અને કિયા છે.

Image Source

આટલા વર્ષોમાં મધુનો લુક ઘણો બદલાયો છે. 50ની હોવા છતાં તે પહેલા કરતા વધારે ગ્લેમરસ થઇ ગઈ છે. મધુ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના જુના અને નવા ફોટોઝ શેર કરતી રહે છે.

Image Source

આજકાલ મધુ દૂરદર્શન પર રવિવારે સવારે આવતા શો રંગોલીમાં હોસ્ટ તરીકે જોવા મળે છે. 21 વર્ષ પહેલા 22 નવેમ્બર 1991 માં અજય દેવગણની મુવી ‘ફૂલ ઓર કાંટે’ અને યશરાજ બેનરની ફિલ્મ ‘લમ્હે’ સામસામે આવી હતી..આ ફિલ્મમાં .

એક તરફ બેનર પણ મોટુ અને સ્ટાર્સ પણ મોટા તો બીજી તરફ બેનર નાનુ અને સ્ટાર્સ પણ નવા..’લમ્હે’માં ત્યારે સુપર સ્ટાર અનિલ કપૂરની સાથે શ્રી દેવી હતા..ફિલ્મનુ ડિરેક્શન યશ ચોપડાએ કર્યુ હતુ…તો આ તરફ ‘ફૂલ ઓર કાંટે’માં ત્યારે અજય દેવગણ અને મધુને કોઈ જાણતું પણ ન હતુ..તેના ડિરેક્ટર કુકૂ કોહલી પણ પોતાની ઓળખ બનાવવા મથી રહ્યા હતા..