કૌશલ બારડ લેખકની કલમે

ફોનથી જ કરો અકદમ સરળ રીતે શહિદોના પરીવારને મદદ! સીધાં શહિદોના ખાતામાં પૈસા થશે જમા, આર્ટિકલ વાંચો શેર કરો

પુલવામામાં રાક્ષસી જમાતે ભારતીય સેના પર હુમલો કર્યો અને જવાનો શહીદ થયા. આપણે શું? બે’ક દિ’ ફેસબુક-વોટ્સએપ પર ધબધબાટી બોલાવીને પછી હતાં તેમના તેમ! તમને શું લાગે છે ફેસબુક-વોટ્સએપ પર ધડાધડ મંડી પડવાથી કોઈ ફર્ક પડશે? ધૂળ ખાઓ છો! એ તો સેનાને જે કરવું હશે તે કરશે જ. તો આપણી ખરેખરી ફરજ શું?

હાલ એક જ ગૌરવી ફરજ છે –

જે જવાનો શહિદ થયા છે એને પરીવાર છે, એના છોકરા-છોકરીઓને પણ આગળ ભણવું છે. બાપ વગરની એમની દિકરી એ હવે આપણી દિકરી છે એટલું યાદ રાખજો. દરેક દેશવાસી નહી નહી તોય ૧૦૦ રૂપિયા એક શહિદના ખાતામાં જમા કરાવશે તો એમનો પરીવાર નભી જશે. કોઈ માતા કે પિતા ફરીવાર સંતાનોને સેનામાં મોકલવા ઉત્સુક થશે. બાકી દિકરો સરહદે મર્યો હોય અને ઘરમાં હાલ્લાં કુસ્તી કરતાં હોય તો એ પરીવારની દેશભક્તિ પણ કેટલું સહન કરે?

તો બસ, ફરજ એક જ છે – દાન કરો! નીચે સરકારી વેબસાઇટની લીંક આપી છે જેના પરથી તમે જે-તે શહિદના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકશો. અને એ પણ યાદ રાખજો કે અમુક પૈસા જમા થઈ જશે એટલે શહિદનું નામ આપોઆપ લિસ્ટમાંથી હટી જશે. કોઈ વધારે નહી ખાય, ખાશે તો ખપ પુરતું જ લેશે! તો હવે વાટ કોની જુઓ છો દાન કરો અને પછી વાતો કરજો હો!

પ્રજાસત્તાક દિવસ અને ગણતંત્ર દિવસ આવશે અને જશે. એક દિવસ પુરતો આપણામાં દેશપ્રેમ સાવધાન છલકાય જશે અને ફરી વિશ્રામની મુદ્રામાં ગોઠવાય પણ જશે! હવે તો નેટ સર્ફીંગના જમાનામાં કોઇ ફેસબુક-વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ પર પ્રોફાઇલ પિક્ચર રાખી દેવાના અને દેશપ્રેમ વ્યક્ત કરી દેવાની ફેશન બની ગઈ છે. અલબત્ત, આખરે વતન માટે પ્રેમ તો છે એટલો આનંદ અવશ્ય છે, એ ભલે વોટ્સએપના સ્ટેટસની એક દિ’ ને એક રાતની સમયમર્યાદાનો જ હોય. પણ આજે ચાલો કંઈક અલગ વિચારીએ અને અલગ કરીએ. ભારતના સીમાડા સાચવતા જવાનો માટે તો આજે કોને ગર્વ નથી? ઝડપી યુગ થયો છે ત્યારે લોકો વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ પર વિવિધ પાર્ટીઓ/પક્ષો વિશે ઘસાતું/ઉજળું બાફી રહ્યાં છે પણ આજે પણ એ બધાં કરતા આર્મીનું સ્થાન હ્રદયમાં શિરમોર છે એ જ આનંદની વાત છે. આપણે સારી રીતે જાણીએ છીએ કે, નેતા પાસેથી આપણને લગભગ અપેક્ષાઓ છે જ નહી…જ્યારે આર્મી પાસેથી તો છે જ! ભરોસો છે કે, તેના લીધે જ આપણે સુરક્ષિત છીએ. ચાલો હવે આપણે પણ થોડું તેના માટે કરીએ તો કેવું જે આપણે માટે ખપી જાય છે?

આવી રીતે કરી શકો છો શહિદોના પરીવારને મદદ –

એકાદ વર્ષ પહેલાં ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે ભારત સરકારના ગૃહ મંત્રાલય પાસે શહિદોની મદદ કરવાનો નવતર પ્રયાસ રજુ કરેલો. આજે આ પ્રસ્તાવ અમલમાં આવી અને વટવૃક્ષ બની ચુક્યો છે. ‘ભારત કે વીર’ નામનું એક ઓનલાઇન પ્લેટફોર્મ વેબસાઇટ અને એપ લોન્ચ કરવામાં આવી છે. જે ગૃહ મંત્રાલય/Ministry of Home Affairs દ્વારા સંચાલિત છે અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા સમર્થિત છે.

ડાયરેક્ટ તમે કરેલું દાન શહિદોના બેન્ક અકાઉન્ટમાં જમા થશે –

આ પ્લેટફોર્મ પર દેશની રક્ષા કાજે શહિદ થયેલાં આંતરીક સુરક્ષા બળના જવાનોની યાદી મુકવામાં આવેલી હોય છે. ભારતીય અર્ધસૈનિક બળ અને કેન્દ્રીય સશસ્ત્ર પુલિસ બળ(સીએપીએફ)ના જવાનોનું અહીં લીસ્ટ હોય છે, જેઓ દેશની અને દેશની જનતાની સુરક્ષા કરતાં અનિષ્ટ તત્ત્વો સામે લડી અને મરી ફિટ્યાં હોય છે.

અહીં તમે એવાં દરેક જવાનના પરીવાર, જન્મ સ્થળ, રહેણાક, પરીવાર અને કઇ રીતના તે શહિદ થયેલ છે એ વિશે સમગ્ર જાણકારી મેળવી શકશો. આપણે જાણીએ છીએ કે, શહિદ જવાનના પરીવારને સરકાર તરફથી ૧૫ લાખ અને વધીને ૨૫ લાખ જેટલી સહાય મળે છે. અને સાફ વાત છે કે, આજના જમાનામાં તેમના બાળકો માટે, પરીવારના ગુજરાન માટે આટલી રકમ કાફી નથી. આથી રાસ્ત છે કે, દેશવાસીઓ પણ તેમની મદદ કરે. તમે વેબસાઇટ પર જઇને ઇચ્છો તે જવાનનું પ્રોફાઇલ જોઇ શકો છો અને પછી જો તમે એમના પરીવારને કંઇક આપવા ઇચ્છતાં હોતો સીધા તમારા બેન્ક ખાતામાંથી જ એ જવાનના પરીવારના કોઇ લાયક જણના ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. પ્રોસેસ એકદમ સરળ છે, તરત જ થઇ જશે. અને હાં, તમારી કોઇપણ બેન્ક ડિટેઇલ્સ ક્યાંય બહાર નહી પડે જેની પુરી ખાતરી રાખજો.

પ્રત્યેક શહિદ જવાનના ખાતામાં જ્યારે ૧૫ લાખ રૂપિયા થઇ જાય પછી લિસ્ટમાંથી તેનું નામ આપોઆપ હટી જશે. તમે ફુલ નહી તો ફુલની પાંખડી જેટલી સહાય પણ કરી શકો. યાદ રાખો, દાનની રકમ જોવાની નથી હોતી-તમે કર્યું એ જ મહત્ત્વનું છે. ૧૦૦ રૂપિયાથી માંડી લાખ સુધીનું દાન કરી શકો. અને હાં, ઇચ્છો તેટલી વાર કરી શકો. કોઇ પણ શહિદને કરી શકો અને જેટલી વાર કરવું હોય કરી શકો. તમારો રૂપિયો સીધો જ શહિદના પરીવારને મળશે, સીધો જ…!

રૂપિયા ટ્રાન્સફર થયાં બાદ અક્ષય કુમારનો એક વિડીયો જોવામાં આવશે, જેમાં તે તમને ધન્યવાદ કહી રહેલ છે. વળી, ગૃહ વિભાગ દ્વારા તમારા નામનું એક સર્ટીફિકેટ પણ આપવામાં આવશે. જેમાં તમે દાન કરેલ શહિદનું અને તમારું નામ સામેલ હશે. સર્ટીફિકેટ પીડીએફ સ્વરૂપમાં ફોનમાં સેવ પણ કરી શકશો. અહીં સર્ટીફિકેટની તસ્વીર આપેલી છે.

આ છે વેબસાઇટ –
‘ભારત કે વીર’ નામક આ પહેલ ૧ એપ્રિલ, ૨૦૧૭ના રોજ શરૂ કરવામાં આવેલ છે.
https://bharatkeveer.gov.in

ઉપર વેબસાઇટનું એડ્રેસ આપેલ છે. જેના પર ક્લીક કરતાં વેબસાઇટ ખુલી જશે.

ક્યાં સુરક્ષા બળ સમાવિષ્ટ છે? –
યાદીમાં સમાવિષ્ટ અર્ધસૈનિક બળ આટલાં છે :

(1)રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ
(2)અસમ રાઇફલ્સ
(3)રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રીયા બળ

યાદીમાં સમાવિષ્ટ કેન્દ્રીય સશસ્ત્ર સૈનિક બળ આટલાં છે :

(1)કેન્દ્રીય રિજર્વ પુલિસ બળ(સીઆરપીએફ)
(2)સીમા સુરક્ષા બળ
(3)ભારત-તિબેટ સીમા પુલિસ
(4)કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ
(5)સશસ્ત્ર સીમા બળ

તો હવે વાટ કોની જુઓ છો? તમારા હાથમાં છે એ સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કરાવવામાં કદી વિચાર કર્યો છે પૈસાનો! બસ તો પછી આપણે ક્યાં એમ છે કે, જાજું દેવાનું છે-જેવી તમારી શક્તિ! માં ભારતી સૌ સારાં વાના કરશે યાર! આખરે માં ખુશ થશે કે, મારાં દિકરામાં ખરેખર કંઇક તો છે! આ કોઇ છેતરામણી પોસ્ટ નથી એ પણ યાદ રાખજો અને પુરેપુરી ખરાઇ પણ કરી લેજો વિશ્વાસ ના આવતો હોય તો. ગુજરાતીઓ રૂપિયા ભેગાં કરી જાણે છે એમ સમય આવ્યે સુપાત્રને આપી પણ જાણે છે એ બતાવી દો બધાંને.

અને હાં, આ પોસ્ટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો. અને ફુલની નહી તો ફુલની પાંખડી આપવાનો પ્રયત્ન કરજો. બની શકે તો તમારા પાડોશીઓને/મિત્રોને પણ આ વાત જણાવજો અને એમને પણ પ્રોત્સાહન આપજો. ભારત માતા કી જય! જય હિન્દ – જય હિન્દ કી સેના!

ચાલો ત્યારે આવી રીતના ઉજવો પર્વ અને પછી જુઓ અંદર કેવી ફિલીંગ આવે છે એ! અને હાં, દાન ગમે તેટલી વાર કરી શકો. વંદે માતરમ્ !

લેખક – કૌશલ બારડ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks