ફિલિપાઇન્સમાં ઇગોલોટ-ગારોન તરીકે ઓળખાતી એક આદિવાસી જનજાતિ છે, જે લાકડામાંથી કસ્ટમાઇઝ સાયકલ બનાવે છે અને પછી રેસ લગાવે છે. લાકડામાં ઉત્તમ કોતરણી કરીને પોતાની કુશળતા બતાવીને આ આદિવાસી લોકો સુંદર સુશોભિત ડિઝાઇનમાં સાયકલ બનાવે છે.

આ આદિવાસી પુરુષો સુંદર સાયકલ બનાવીને તેમની પોતાની જ રેસમાં ભાગ લે છે. આ સાયકલને તેઓ અલગ-અલગ ખૂબ જ સુંદર ડિઝાઇનમાં બનાવે છે, જેમ કે ડ્રેગન, ઘોડો, સિંહ વગેરે જેવા પ્રાણીઓના થીમ સાથે બનાવવામાં આવે છે. આ એક હેન્ડક્રાફ્ટેડ સાયકલ હોય છે, જેમાં પેડલ નથી હોતા, જેથી આને ડાઉનહીલ પર જ ચલાવવામાં આવે છે.

આ જાતિના સદીઓથી આ સાયકલ બનાવતા આવે છે. તેમના પૂર્વજોએ તેમને આ ટેક્નિક શીખવી છે. આ સાયકલને ઇગોલોટ-ગારોન કહેવામાં આવે છે. જણાવી દઈએ કે આ આદિવાસી જાતિને જંગલ પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે. એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને તેઓ એ લાકડામાંથી આ સાયકલો બનાવે છે જે નકામી થઇ ગઈ હોય છે. એટલે જ સાયકલ બનાવવા માટે પડી ગયેલા વૃક્ષોનો જ ઉપયોગ કરવામાં આવે છે.

આ સાયકલ આખી લાકડામાંથી જ બનાવવામાં આવે છે. સાયકલનો આગળનો ભાગ કોઈને કોઈ પશુના આકારમાં બનાવવામાં આવે છે. આ સાયકલમા કોઈ બ્રેક પણ નથી હોતી. ફિલિપાઇન્સના આ આદિવાસી જનજાતિ પોતાની પરંપરા અને રિવાજને આ જ રીતે આગળ વધારે છે. આ સાયકલ રેસ એક રીતે મેસેજ પણ આપે છે કે સાયકલિંગ કરો.

આ સાયકલની સ્પીડ ડાઉનહીલ પર નીચે ઉતરતા સમયે 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી જાય છે. આ લોકો હેલ્મેટ કે કોઈ ગિયર નથી પહેરતા. તેઓ આ રેસના સમયે તેઓ લાલ અને ભૂરા રંગના વસ્ત્રો જ પહેરે છે. આ તેમનો પારંપરિક પોશાક છે. તેઓનું માનવું છે કે ભગવાન દરેક કુદરતી તત્વોમાં વસે છે અને એટલે જ તેઓ તેમના કોતરણી કરીને ભગવાનને રિસ્પેક્ટ આપે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.