અજબ પ્રેમ કી ગજબ કહાની: બાકી માની ગયા, વિદેશી ગર્લફ્રેન્ડને અંકલેશ્વરના યુવકે બનાવી ઘરની વહુ; બંધાઇ ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્નના બંધનમાં
કહેવાય છે ને કે પ્રેમની કોઈ સીમા હોતી નથી. તમે એવા ઘણા કિસ્સા સાંભળ્યા હશે જેમાં વિદેશી છોકરીઓ ભારતીય યુવક સાથે પ્રેમમાં પડે છે અને સાત સમુંદર પાર કરી લગ્ન કરવા પણ આવે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો. ભારતીય યુવકને પરણવા માટે ફિલીપાઈન્સની એક યુવતી અહીં આવી પહોંચી.
અંકલેશ્વરના યુવક સાથે પ્રેમમાં પડેલી ફિલિપાઇન્સની યુવતી ભલે વિદેશમાં ઉછરી હતી. પરંતુ તેને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખુબજ લગાવ હતો. તેણે અંકલેશ્વરના યુવક સાથે ભારતીય સંસ્કૃતિ અનુસાર લગ્ન કર્યા છે. અંકલેશ્વરના સામાન્ય પરિવારનો પિન્ટુપ્રસાદ સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન એક વિદેશી યુવતીના પ્રેમમાં પડ્યો હતો.
સુંદર દેખાવડી યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલતા તે એક્સેપ્ટ થઇ ગઇ અને આ યુવતી પિન્ટુના દિલમાં ઘર કરી ગઈ. બંનેની ઓનલાઇન વાતચીત શરૂ થઇ અને મિત્રતા પ્રેમમાં પરિણમી. આ પછી આખરે બંનેએ એક થવાનું નક્કી કર્યું અને બે વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા LIMBAJANE MAGDAO ને પત્ની તરીકે સ્થાન અપાવવા સફળ થયો. તે તેની પ્રેમિકાને લેવા ફિલિપાઇન્સ પહોંચ્યો.
કાયદાકીય પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને LIMBAJANE MAGDAO એ લગ્ન કર્યા અને આ પછી બંને ભારત આવ્યા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતી અનુસાર લગ્નગ્રંથીથી જોડાયા. પિન્ટુની પત્ની બન્યા પછી યુવતિએ ભારતીય રસોઈથી લઈ સંસ્કૃતિ સુધી તમામ રિવાજ અપનાવ્યા.