વિદેશી છોકરીને પસંદ આવી ગયો દેશી છોકરો, સાત સમુદ્ર પાર કરીને આવી ભારત અને પછી લગ્નમાં એવી મચાવી ધૂમ કે… જીત્યા સૌના દિલ, જુઓ

હાથમાં મહેંદી અને પીઠી ચોળીને ભારતીય યુવકની દુલ્હન બની વિદેશી દુલ્હન, લગ્નની તસવીરો એ જીત્યા દિલ, પ્રેમ કહાની કોઈ ફિલ્મથી કમ નથી

પ્રેમ કોને, ક્યારે, ક્યાં અને કેવી રીતે થઇ જાય તે કોઈ નથી જાણતું. પરંતુ જયારે બે લોકોને એકબીજા સાથે પ્રેમ થઇ જાય ત્યારે બધા જ બંધનો તોડીને બંને એક થવાનું નક્કી કરી લેતા હોય છે અને એટલે જ ઘણીવાર એવી પણ લવ સ્ટોરીઓ સામે આવે છે જે ચર્ચામાં આવી જતી હોય છે. જેની તસવીરો અને વીડિયો પણ વાયરલ થઇ જતા હોય છે.

છેલ્લા ઘણા સમયમાં વિદેશી યુવક અને યુવતીઓને ભારતીય યુવક અને યુવતીઓ સાથે પ્રેમમાં પડ્યા બાદ લગ્નના બંધનમાં બંધાતા જોયા હશે. ત્યારે હાલ એવી જ એક પ્રેમ કહાની સામે આવી છે, જેમાં એક વિદેશી યુવતીને ભારતના દેશી યુવક સાથે પ્રેમ થઇ ગયો અને પછી તે લગ્ન કરવા માટે સાત સમુદ્ર પાર કરીને ભારત આવી.

છત્તીસગઢના રાજનાદગાંવના મમતા નગરમાં રહેતા ભાવેશની મુલાકાત પાંચ વર્ષ પહેલા ફિલિપાઈન્સની જીજેલ નામની યુવતી સાથે થઈ હતી. બંને તુર્કીના એક વેપારી જહાજમાં સાથે તાલીમ લઈ રહ્યા હતા. આ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા. ભાવેશે જીજલના પરિવારજનો સાથે વાત કરી હતી. તેમની સંમતિ બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

ભાવેશે કહ્યું કે ફિલિપાઈન્સમાં આ પ્રકારના લગ્નને માન્યતા ન મળવાને કારણે બંનેએ ભારત આવીને લગ્ન કરવાનું નક્કી કર્યું. જીજલે હિંદુ રીતિ-રિવાજો મુજબ લગ્નની તમામ વિધિઓ કરી હતી. જેમાં પીઠી, મહેંદી અને ફેરાનો સમાવેશ થાય છે. કન્યા જીજેલે જણાવ્યું કે તે ભાવેશને પાંચ વર્ષ પહેલા મર્ચન્ટ નેવીમાં મળી હતી જ્યાં તે ક્રૂ મેમ્બર હતી. તેને ભાવેશ ગમ્યો, ભારત ગમ્યું. તેણે કહ્યું કે અહીંના લગ્નની સંસ્કૃતિ અને રીતરિવાજો તેના માટે તદ્દન નવા હતા. પણ તેને ગમ્યું. તેને અહીંની પાણીપુરી, મોમોઝ, પાવ ભાજી ખૂબ જ ગમતી. પણ બધું જ મસાલેદાર હતું.

ભાવેશ અને જીજેલના લગ્ન 14મી જાન્યુઆરીએ ખૂબ જ ધામધૂમથી થયા હતા. લગ્નમાં મોટી સંખ્યામાં મહેમાનો પહોંચ્યા હતા. લોકોએ આ લગ્નને ખૂબ એન્જોય કર્યા. દુલ્હા અને દુલ્હન પણ પોતાને ડાન્સ કરતા રોકી શક્યા ન હતા. બંનેએ બધાની સામે એકબીજા સાથે જીવવા મરવાની પ્રતિજ્ઞા લીધી. લગ્ન બાદ ફિલિપાઈન્સની જીજલે કહ્યું કે ભારત એક મહાન દેશ છે. અહીંની સંસ્કૃતિ ખૂબ જ સમૃદ્ધ છે. ગાયો ખૂબ દેખાય છે. અમારા દેશમાં તે બિલકુલ દેખાતી નથી. મને ખૂબ સારું લાગે છે અને હું આ લગ્નથી ખુશ છું.

Niraj Patel