રાજકોટના જાણીતા મહિલા ડોક્ટરની લાશ રહસ્યમય સંજોગોમાં તેમના જ ઘરમાંથી મળી, પાડોશીઓએ દરવાજો તોડીને ઘરમાં જોયું તો હોંશ ઉડ્યા…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યા અને આત્મહત્યાના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં કોઈની પૈસાની લેતી દેતીમાં તો કોઈની અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવે છે, તો ઘણીવાર કેટલાક લોકો પોતાના જીવનથી કંટાળીને પણ આપઘાત જેવા પગલાં ભરી બેસતા હોય છે, ત્યારે હાલ એક ચોંકાવનારો મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે, જ્યાં રાજકોટના જાણીતા મહિલા ડોક્ટરનો મૃતદેહ તેમના જ ઘરમાંથી મળી આવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના રેસકોર્સ પાર્કમાં રહેતા અને મહિલા કોલેજના Ph.D વડા ડોક્ટર શોભનાનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં તેમના ઘરની અંદરથી મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ ત્યારે થઇ જયારે તેમની ગોધરા રહેતી દીકરી તેમને સતત ફોન કરી હતી અને તેમને ફોન ના ઉપાડ્યો. જેના બાદ પાડોશીઓને જાણ કરતા પાડોશીઓએ ઘરનો દરવાજો તોડ્યો હતો.

પાડોશીઓ ઘરનો દરવાજો તોડતા જ સ્તબ્ધ રહી ગયા હતા. ડોક્ટર શોભનાનો મૃતદેહ બેડ પર પડ્યો હતો અને ઘરમાં લાઈટ, પંખા અને ટીવી પણ ચાલુ હતા. પાડોશીઓ દ્વારા તાબડતોબ 108ને ફોન કરવામાં આવ્યો. પરંતુ 108 સમયસર ના પહોંચતા તેઓ ખાનગી કાર દ્વારા જ શોભનાબેનને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ત્યારે હવે ડો. શોભનાના મોતનું કારણ તેમના પીએમ બાદ જ સામે આવશે. આ સમગ્ર મામલો પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે. ડો. શોભનાના પરિવારજનો બહાર રહે છે. તેમના પતિ વડોદરા મેડિકલ કોલજમાં ફરજ બજાવે છે. જયારે તેમનો દોકરો ગોધરા ઇન્ટરનલ કોલેજમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. ત્યારે હવે પીએમના રિપોર્ટ બાદ જ તેમના મોત અંગેનું સાચું કારણ જાણવા મળશે.

Niraj Patel