ધાર્મિક-દુનિયા

સોરઠના આ ગણેશ મંદિરનું નામ છે એકદમ અલગ, દૂર-દૂરથી લોકો આવે છે મનોકામના પૂર્ણ કરવા માટે

આપણે સૌ જાણીએ છીએ કે, કાર્યની શરૂઆત દુંદાળા દેવથી કરવામાં આવે છે. રાજ્યમાં દુંદાળા દેવના ઘણા મંદિર આવેલા છે. સુરેન્દ્રનગરમાં 1000 વર્ષ જૂનું ભવ્ય મંદિર આવેલું છે.સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં આવેલું ગણપતી મંદિર જીલ્લાનું સૌથી ફેમસ અને જાણીતું મંદિર લોકોનું અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.

Image source

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવે હજાર વર્ષ પૂરાણું આ ગણેશજીનું મંદિર સુરેન્દ્રનગર જિલ્લાનું એક આકર્ષણું કેન્દ્ર છે. આ મંદિર જોરાવરનગરમાં આવેલ છે. વર્ષો પહેલાં અહીં માત્ર ગણેશજીની નાની મૂર્તિ સાથે દેરી હતી. જે હાલમાં ભવ્ય મંદિર બંધાયેલ છે.

Image source

તેનું કારણ છે આ મંદિર સાથે જોડાયેલ હજારો વર્ષ જૂનો ઇતિહાસ. આ મંદિર એટલા માટે અનોખું કહેવામાં આવે છે કારણકે અહીં ગણેશજીની મૂર્તિ જમીન ફાડીને બહાર આવી છે. આ જગ્યાએ અગાઉ એક તળાવ પણ હતું. તેથી આ સ્થળનું નામ પડ્યું ફાટસર ગણેશ મંદિર.

Image source

હેવાય છે કે ભાવનગર જિલ્લાના રહેવાસીને એક રાતે સ્વપ્ન આવ્યું. આ મંદિર જ્યાં બાંધવામાં આવ્યું છે ત્યારે અંગેની નિશાની તેમાંથી એ વ્યક્તિને ખબર પડી. એ ઠાકોર શેટે ત્યાં પહોંચીને સ્વપ્નમાં આવેલ નિશાન મુજબ ખોદકામ કરાવ્યું ત્યારે મંદિરમાંથી તેમને મળી આવી હતી ગણેશજીની સુંદર મૂર્તિ.

Image source

આ મૂર્તિ સાથે માતા વાગેશ્વરીની પણ મૂર્તિ મળી આવી હતી. જેને તે ભક્ત ઠાકોર સાહેબ પોતાની સાથે વઢવાણ લઈ ગયા હતા. અને વઢવાણમાં તેનું મંદિર બનાવવામાં આવ્યું. જ્યારે ગણપતિની આ જગ્યાએ જ નાની દેરી બનાવવામાં આવી હતી.

Image source

ધરતી ખોદી ત્યારે જમીન ફાડીને નીકળેલા ગણેશજીની મૂર્તિ સરોવર પાસેથી મળી આવી હોય આ સ્થળનું નામ ફાટસર પડ્યું અને મંદિરનું નામ પણ એજ રીતે ફાટસર ગણેશ પડ્યું હતું. એ સમયના ઠાકોર સાહેબે આ સ્થળની જમીનને મંદિરના દાનમાં આપી દીધી હતી.

Image source

આજે આ મંદિર 25 એકરના વિસ્તારમાં છે. આ મંદિર આસપાસના ગામોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. કહેવાય છે કે સમય જતાં સરોવરનું પાણી સૂકાતું ચાલ્યું અને ધીમે ધીમે લોકો અહીં વસવાટ કરવા લાગ્યા. તેમ છતાં ગણેશજી અહીં હાજરાહજૂર છે એવી લોકમાન્યતા આજે પણ પ્રવર્તમાન છે.

Image source

મંદિરના મહંતનું કહેવું છે કે આ એક તપોભૂમિ છે. ફાટસર મંદિરના નામનો બીજો અર્થ એ પણ કરી શકો કે અહીં દર્શન કરવા આવેલ દરેક ભક્તોની ઇચ્છા ફટાક દઈને પૂર્ણ થાય છે.