કોરોના વાયરસ સામે આખી દુનિયા લડી રહી છે અને તેની દવા શોધવા માટે પણ વિશ્વભરના વૈજ્ઞાનિકો કામે લાગ્યા છે છતાં પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામો મળ્યા નથી. નવાઈની વાત તો એ પણ છે કે કોરોનાની દવા ના મળવા છતાં પણ લોકો સાજા થઇ રહ્યા છે. આ બધા વચ્ચે જ પુણેની ફાર્મ કંપનીએ કોરોનાની દવા શોધી લીધી હોવાનો દાવો કર્યો છે. આ કંપનીએ 2200 દવાઓ ઉપર રિસર્ચ કર્યું અને અંતે તેમાંથી 3 દવાઓ કોરોના વાયરસ સામે કારગર સાબિત થઇ શકે છે તેવી જાહેરાત કરી છે.

પુણેની એક ફાર્મ કંપની નોવાલીડ કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમને લગભગ 2200 જેટલી દવાઓ ઉપર પ્રયોગ કર્યો હતો અને તેમાંથી 42 અસરકારક દવાઓને અલગ તારવવામાં આવી હતી અને તેમાંથી 3 દવાઓ એવી હતી જે કોરોના સામે રામબાણ ઈલાજ તરીકે સાબિત થઇ હતી.

નોવાલીદ કંપની નું એવું માનવું છે કે આ ત્રણ દવા કોરોના સંક્રમણના પ્રભાવને ખરં કરવામાં સૌથી અસરદાર છે. જોકે આ દવાઓમાં હાઈડ્રોકસિકલોરોક્વિન સામેલ નથી. આ કંપનીના વૈજ્ઞાનિક સુપ્રીત દેશપાંડેનું કહેવું છે કે આ દવાઓના માણસો ઉપર ટ્રાયલ માટે દેશના મુખ્ય દવા નિયામક ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસે પરવાનગી માંગી છે.

નોવોલિડ ફાર્મ કંપની 25 માર્ચથી જ આ દવાની શોધમાં લાગી ગયા હતા. અને તેમને 2200 દવાઓ ઉપર રિસર્ચ કર્યું અને તેમાંથી યોગ્ય દવા શોધવી ખુબ જ મુશ્કેલ કામ હતું તેમ છતાં આ કંપની દ્વારા 42 દવાઓ શોધવામાં આવી અને તેમાંથી છેલ્લે 3 કારગર દવાઓની શોધ કરી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.