PGમાં રહેતા યુવકો ક્યારેય ના કરતા આવી ભૂલ…અમદાવાદમાં PGમાં રહેતા યુવકે સોસાયટીની છોકરીને હાય કહ્યુ તો રાતોરાત…

ચેતજો:  પીજીમાં રહેતા હોવ તો આ ભૂલ ન કરતા, અમદાવાદમાં યુવકોને રાતોરાત ફ્લેટ ખાલી કરાવ્યો

Ahmedabad News : ગુજરાતમાંથી ઘણીવાર યુવતિઓ અને સગીરાની છેડતી અથવા તો મારામારીની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં અમદાવાદના સાઉથ બોપલમાં આવેલ રાજવી એમરાલ્ડ સોસાયટીમાં આવેલ બંગલામાં PG તરીકે કેટલાક શખસોને સ્થાનિકોએ માર માર્યો હતો અને ઘટના બાદ હોબાળો મચી ગયો હતો.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર, એક શખસે યુવતીને ઈન્સ્ટાગ્રામ પર હાય મેસેજ મોકલ્યો અને આ યુવતી તે જ સોસાયટીની હોવાથી ત્યાંના રહીશો બંગલે પહોંચ્યા અને યુવકોને માર માર્યો. અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે, સોસાયટીના સભ્યોએ યુવકોને રાતોરાત બંગલો પણ ખાલી કરવાની ફરજ પાડી હતી. આ ઘટના 5 જુલાઈએ બની હતી પણ આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી.

હાલ તો યુવકો પીજી આવાસમાંથી નીકળી ગયા છે. બોપલ પોલીસ સ્ટેશનના નિરીક્ષકે જણાવ્યું કે કોઈએ કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હોવા છતાં આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. બંગલામાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા એક છોકરાએ જણાવ્યું હતુ કે, આ ઘટના 5 જુલાઈએ રાત્રે 10 વાગ્યા આસપાસ બની હતી.

Image Source

સોસાયટીના રહેવાસીઓ બંગલામાં ઘૂસી ગયા અને યુવકને માર માર્યો. તેઓ એ માટે ગુસ્સે હતા કારણ કે પીજીમાંથી કોઇ એકે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોસાયટીમાં રહેતી એક સગીર છોકરીને કથિત રીતે મેસેજ કર્યો હતો. તેણે કહ્યું કે તેને નજીકની હોટેલમાં જવું પડ્યું જ્યારે અન્યને અલગ પીજી સુવિધામાં શિફ્ટ થવું પડ્યું.

જે યુવકે મેસેજ કર્યો હતો તેને રહીશોએ ઢોર માર માર્યો પણ આ સાથે ફ્લટેમાં રહેતા અન્ય યુવકોને પણ માર મરાયો હતો. ફ્લેટમાં અન્ય પીજીમાં રહેતા 4 થી 5 યુવકોએ કોઈ કારણ વગર માર ખાધો હતો.

Shah Jina