ખબર

BIG BREAKING: આ કોરોનાનીરસીને મળી ગઈ મંજૂરી, આવતા અઠવાડિયેથી રસીકરણ શરુ- જાણો વધુ

ગત વર્ષથી દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો પહેલાથી શરૂ કરી દેવામાં આવ્યા હતા. આજે વિશ્વના ઘણા દેશ કોરોના વેક્સીન બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. આ વચ્ચે એક રાહત ભર્યા સમાચાર આવ્યા છે. બ્રિટને બુધવારે Pfizer-BioNTechની કોરોના રસીના ઉપયોગને મંજૂરી આપી હતી. આવતા અઠવાડિયાથી દેશમાં આ રસીનો ઉપયોગ શરૂ કરશે.

Image source

બ્રિટન એ કોરોના રસીના ઉપયોગને મંજૂરી આપનાર પ્રથમ દેશ છે. યુકે સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે કે સ્વતંત્ર દવા અને આરોગ્યસંભાળ ઉત્પાદનો નિયમનકારી એજન્સીની ભલામણને પગલે તેણે Pfizer-BioNTechની કોવીડ-19ની રસીના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ રસી આવતા સપ્તાહથી દેશભરમાં ઉપલબ્ધ થશે.

Image source

ફાઇઝરનું કહેવું છે કે, બ્રિટનના આ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગ ઓથોરાઇઝેશનનો ફેંસલો કોરોનાની લડાઈમાં ઐતિહાસિક કદમ છે. કંપનીના સીઈઓએ જણાવ્યું હતું કે, અમે ઓથરાઈઝેશનની દિશામાં કામ કરી રહ્યા છે. બ્રિટનના લોકોને બચાવવા માટે સમયસર નિર્ણય કર્યો. અમે વિશ્વના અન્ય દેશોમાંથી પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ અને અમારું ધ્યાન તાત્કાલિક આખા વિશ્વને ઉચ્ચ ગુણવત્તાની રસીઓ સપ્લાય કરવા પર છે.

બ્રિટનના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું હતું કે, વેક્સિનેશનનો કાર્યક્રમ આવતા અઠવાડિયાથી જ શરૂ કરવામાં આવશે. હોસ્પિટલમાં તેના ડોઝ મળવાના શરૂ થઇ જશે. આ એક બહુ જ સારી ખબર છે.