અમેરિકાની દવા કંપની ફાઇઝર (Pfizer)નું કહેવુ છે કે, તેણે કોરોના વાયરસની સારવાર માટે એક નવી ગોળીનું હ્યુમન ટ્રાયલ એટલે કે માનવ પરીક્ષણ શરૂ કરવા જઇ રહી છે. કંપની અનુસાર, શરીરમાં કોરોના વાયરસના સંકેત મળતા જ આ ગોળીનો ઉપયોગ કરી શકાય છે. જેનાથી મહામારીથી ઘણી હદ સુધી બચી શકાય છે.

કંપની અનુસાર, કોરોના વાયરસથી સંક્રમિત લોકોની શરૂઆતી સારવારની સુવિધાઓની કમી છે. એવામાં જો આ ગોળી બની જાય છે તો આ મહામારીને કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળશે.
Pfizerના મુખ્ય વૈજ્ઞાનિકને કહ્યુ કે, કોરોના વાયરસથી બચવા વેક્સિન લગાવવી અને વાયરસના સંપર્કમાં આવેલા લોકોની સારવાર, બંને સામેલ છે. જેવી રીતે SARS-CoV-2 ફરીથી વધી રહ્યો છે અને દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, તેવામાં સંભવ છે કે, આવનાર સમયમાં હાલાત વધુ ખરાબ થઇ જાય.
કંપનીનું કહેવુ છે કે, એપ્રિલથી શરૂ થનાર બીજા કાર્ટરમાં આ ગોળીનો ફેઝ 2-3 ટ્રાયલ શરૂ કરી દેશે. આ ટ્રાયલ પૂરો થવા પર ડ્રગ કંટ્રોલર વિભાગમાં ઇમરજન્સી ઉપયોગ માટે લાયસન્સ પણ એપ્લાય કરી શકાય છે.