અહીંયા પેટ્રોલનો વિરોધ કરવા માટે 1 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચવામાં આવ્યું પેટ્રોલ, જુઓ લોકો તૂટી પડ્યા

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ખુબ વધારો થઇ રહ્યો છે. ઘણા રાજ્યોમાં તો પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લીટરથી ઉપર પહોંચી ગયો છે. ઈંધણની કિંમત વાળવાની અસર બધી વસ્તુ પર પડી રહી છે. ફાળો-શાકભાજીથી લઈને બધી વસ્તુ મોંઘી થઇ રહી છે. તેવામાં વધતી મોંઘવારીને જોઈને લોકોએ વિરોધ કરવાનું શરુ કરી દીધું છે. મહારાષ્ટ્રમાં સોલાપુરમાં પણ પેટ્રોલના ભાવ વધતા વિરોધ કરવામાં આવ્યો હતો.

પેટ્રોલિયમ ઉત્પાદનોની વધતી કિંમતનો વિરોધ કરવા ડો.બી આર આંબેડકરની જયંતિના અવસર પર ગુરુવારે મહારાષ્ટ્રના સોલાપુરમાં એક સ્થાનીય સંગઠને 500 વ્યક્તિઓને એક રૂપિયા પ્રતિ લીટરના ભાવે પેટ્રોલ આપ્યું હતું. દરેક ગ્રાહકને બસ એક લીટર પેટ્રોલ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ પેટ્રોલ પમ્પ પર મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ‘ડો. આંબેડકર એન્ડ યુથ પાઇથર્સ’ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

સંગઠનના પ્રદેશના નેતા મહેશ સર્વગૌડાએ કહ્યું હતું કે,’ મોંઘવારી ઝડપથી વધી રહી છે. નરેન્દ્ર મોદી સરકારમાં પેટ્રોલના ભાવ 120 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. તેના માટે લોકોને રાહત પ્રદાન કરવા તેમજ ડો.બાબાસાહેબ આંબેડકરની જયંતિ ઉજવવા પર એક રૂપિયાના ભાવે પેટ્રોલ વેચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો આપણા જેવા નાના સંગઠન 500 લોકોને રાહત આપી શકે છે તો સરકારે પણ રાહત પ્રદાન કરવી જોઈએ.’

મહારાષ્ટ્રના પ્રમુખ શહેરમાં અત્યારે ચાલતા પેટ્રોલના ભાવની વાત કરીએ તો મુંબઈ સિટીમાં પેટ્રોલની કિંમત 120.51 રૂપિયા છે. ગ્રેટર મુંબઈમાં પણ પેટ્રોલનો ભાવ 120.63 રૂપિયા પ્રતિ લીટર છે. પુણેમાં શુક્રવારે 120.08 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ હતું. તેમજ નાસિકમાં પેટ્રોલના ભાવ 120.82 રૂપિયા પ્રતિ લીટર છે અને નાગપુરમાં 120.16 રૂપિયા પ્રતિ લીટર છે.

Patel Meet