લો બોલો.. પેટ્રોલ પંપ પર જઈને આ ભાઈએ સ્કૂટીમાં પુરાવ્યું 200 રૂપિયાનું પેટ્રોલ અને આપી 2000ની નોટ, ગુસ્સે ભરાયેલા કર્મચારીએ પેટ્રોલ પાછું કાઢી લીધું, જુઓ વીડિયો

200નું પેટ્રોલ ભરાવીને ભાઈએ આપી 2000ની નોટ, તો કર્મચારીએ સ્કૂટીમાંથી પાછું ખેંચી લીધું પેટ્રોલ, જુઓ વીડિયો

Worker Drain Out Petrol : જ્યારથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ 19 મેના રોજથી  રૂ. 2,000ની નોટ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી, ત્યારથી લોકો આ નોટનો ખર્ચ કરવા અથવા તેને બદલવા માટે બેતાબ છે. નોટબંધીમાં, તમે બધાએ જોયું હશે કે જ્યારે પણ સરકાર આવો નિર્ણય લે છે ત્યારે શું થાય છે. નોટબંધીના સમાચાર સાંભળીને લોકો ચોંકી જાય છે.

કોઈ પણ વ્યક્તિ નોટ બદલવા માટે બેંકમાં જવા માંગતું નથી. તેથી જ લોકો જ્વેલરી શોપ, પેટ્રોલ પંપ અને ક્યારેક હવાલા માર્કેટમાં પણ પહોંચે છે. આટલું જ નહીં, ઘણા લોકો જૂની નોટો ખર્ચવા માટે લોન ચૂકવવાનું શરૂ કરી દે છે. તેઓ 2-2 વર્ષ સુધીની બાળકોની ફી ભરવાનું શરૂ કરે છે. પરંતુ તે સમય અને આ સમય વચ્ચે માત્ર એક જ તફાવત છે, હાલમાં કોઈ ઉતાવળ નથી.

હવે યુપીના જાલૌનનો એક મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ તેની સ્કૂટીમાં 200 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું અને 2000 રૂપિયાની ગુલાબી નોટ કર્મચારીને આપી. કર્મચારીએ કહ્યું ભાઈ છુટ્ટા આપો, ત્યારે તે વ્યક્તિ હાથ ઊંચા કરી દેતા કહયું કે મારી પાસે છુટ્ટા નથી. ત્યારે કર્મચારીને પણ ગુસ્સો આવ્યો અને તે વ્યક્તિની સ્કૂટી ઉભી રાખીને અંદરથી પેટ્રોલ કાઢી લીધું.

જે વ્યક્તિ પાસે સ્કૂટી હતી તેણે આ ઘટનાનો વીડિયો બનાવ્યો જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો નિગાર પરવીન (@NigarNawab) નામના હેન્ડલ દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. 22 મેના રોજ શેર કરવામાં આવેલી આ ક્લિપને  હજારો લોકો જોઈ ચુક્યા છે અને કોમેન્ટમાં પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel