આ દેશમાં પેટ્રોલના ભાવમાં અચાનક જ એક ઝાટકે રૂ.40નો ઘટાડો થઇ ગયો, નાગરિકોને થઇ ગયો ચોખ્ખો ફાયદો

મિત્રો વધતી જતી મોંઘવારી સામે ભારતીય મધ્યમવર્ગના પરિવારોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી બની છે. સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે અદાણી ગેસે ગ્રાહકો પર ભાવવધારો ઝીંક્યો છે. અદાણી CNGના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. CNGના ભાવમાં પ્રતિ કિલો 3 રૂપિયાનો વધારો કરાયો છે.

જે બાદ હવે CNG માટે 89.90 રૂપિયા ચૂકવવા પડશે. નેચરલ ગેસના ભાવમાં 40 ટકાનો વધારો થતા CNGના ભાવમાં વધારો ઝીંકાયો છે. ગઈ કાલના રેપો રેટ બાદ હવે અદાણી CNG ના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. આપણા દેશ ભારતમાં પેટ્રોલ ડીઝલ ખુબ મોંઘુ છે અને ભારત સરકાર એમાંથી રોજની કરોડોની કમાણી કરે છે. તમે જે પેટ્રોલની પ્રાઈઝ ચૂકવો છો એમાંથી લગભગ 50 % રકમ સીધી સરકારની તિજોરીમાં જાય છે.

હાલ આપનો પાડોશી દેશ શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે એવામાં ત્યાંની સરકારે સામાન્ય નાગરિકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલની કિંમતમાં 40 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે. ઉર્જા મંત્રી કંચન વિજેશેખરે પેટ્રોલની કિંમતમાં ઘટાડાનું એલાન કરતાં કહ્યું કે પેટ્રોલની કિંમત હવે 410 શ્રીલંકાનાં રૂપિયા પ્રતિ લિટર હશે. ઘટાડા પહેલા 450 શ્રીલંકાનાં રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલની કિંમત હતી.

આ નિર્ણયને લીધે દેશમા પહેલી વાર ડીઝલ પેટ્રોલ કરતાં મોંઘું થઈ ગયું છે. શ્રીલંકામાં ડીઝલની કિંમત હવે 430 શ્રીલંકાનાં રૂપિયા પ્રતિ લિટર છે. સાર્વજનિક પરિવહન માટે ડીઝલનો વ્યાપક રૂપથી ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે એકથી બીજા વિસ્તારમાં વેપારીઓ માટે સામાન લઈ જવા માટે જે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે, તેમાં પણ ડીઝલની ખોટ વર્તાય છે.

YC