ખબર

કોરોના મહામારીમાં લૂંટવાનું ફરી ચાલુ, ક્રૂડ સસ્તું તો પણ સરકારે ટેક્સ ઝીંકીને લોકોનો ફાયદો અટકાવ્યો

એક તરફ દેશમાં કોરોના વાયરસનો ખતરો ચાલી રહ્યો છે તો બીજી તરફ લોકડાઉનના કારણે લાખો લોકો બેરોજગાર બની ગયા છે, લોકડાઉનમાં થોડી છૂટછાટ મળવાની સાથે લોકોની અવાર જવર અને વેપાર ધંધા થોડા શરૂ થયા છે, અને આ બધામાં જ પેટ્રોલ ડીઝલનો વપરાશ પણ વધવા લાગ્યો છે ત્યારે ઓઇલ કંપનીઓ દ્વારા સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

Image Source

ગઈકાલે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવમાં 57 પૈસા અને ડીઝલના ભાવમાં 59 પૈસાનો વધારો ઝીંકી દેતા સામાન્ય માણસના જીવન ઉપર ખુબ જ મોટી અસર પડી છે. ભાવ વધારાના પરિણામે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 74.57 રૂપિયા અને ડીઝલનો ભાવ 72.81 રૂપિયા થઇ ગયો છે.

Image Source

ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 મહિનાથી લોકડાઉન દરમિયાન પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર હતા પરંતુ લોકડાઉનમાં છૂટછાટ મળવાની સાથે જ ગયા રવિવારથી અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. છેલ્લા છ દિવસ દરમિયાન પેટ્રોલના ભાવમાં 3.31 અને ડીઝલના ભાવમાં 3.42 રૂપિયાનો સરેરાશ વધારો કરવામાં આવ્યો છે. અને હજુ પણ તેના ભાવ વધે તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.