આજે લોકોની સૌથી મોટી મુસીબત પેટ્રોલના વધી રહેલા ભાવ છે. છેલ્લા થોડા દિવસથી પેટ્રોલના ભાવ સતત વધવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં તો પેટ્રોલ 100નો આંકડો પણ પાર કરી લીધો છે. પરંતુ જો સરકાર દ્વારા આ એક જ નિર્ણય કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલ 20 રૂપિયા જેટલું સસ્તું થઇ શકે છે.

એસીબીઆઈ ઈકોનોમિસ્ટ દ્વારા એક રિપોર્ટની અંદર દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર અને રાજ્ય સ્તરીય ટેક્સ અને ટેક્સ ઉપરના ટેક્સને ભારતથી ભારતનામાં પેટ્રોલિયમ પદાર્થોના ભાવ દુનિયામાં સૌથી ઊંચા સ્તર ઉપર બનેલા છે. પરંતુ જો તેને જીએસટીમાં લાવવામાં આવે તો ડીઝલના ભાવ ઓછા થઈને 68 રૂપિયા પ્રતિ લીટર થઇ શકે છે.

આમ કરવાના કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફક્ત એક લાખ કરોડ રૂપિયાના રાજસ્વને નુકશાન થશે જે જીડીપીના 0.4 ટકા છે. આ ગણના એસબીઆઈ ઈકોનોમિસ્ટ દ્વારા કરવામાં આવી છે જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 60 ડોલર પ્રતિ બેરલ અને ડોલર-રૂપિયાના વિનિમય ડરને 73 રૂપિયા પ્રતિ ડોલર પર માનવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે દરેક રાજ્યની અંદર પેટ્રોલ અને ડીઝલ ઉપર અલગ અલગ ટેક્સ લગાવવામાં આવે છે. જો પેટ્રોલ અને ડીઝલનો પણ જીએસટી હેઠળ સમાવેશ કરી લેવામાં આવે તો પેટ્રોલ 75 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 68 રૂપિયા પ્રતિ લીટર મળી શકે છે.