ખબર

આજે ફરી મળી પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત, ચાર દિવસ બાદ ફરી થયો ઘટાડો, જાણો હવે કેટલી થઇ કિંમત ?

સામાન્ય માણસ માટે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ માથાનો દુખાવો બની ગયા છે ત્યારે ચાર દિવસ પહેલા જ પેટ્રોલ ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જે બાદ આજે પણ પેટ્રોલના ભાવ ચાર દિવસ બાદ ઓછા થયા છે.

Image Source

ચાર દિવસ બાદ તેલ કંપનીઓ તરફથી પેટ્રોલના ભાવમાં 22 પૈસા અને ડીઝલના ભાવમાં 23 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ભાવ ઘટાડા બાદ દિલ્હીમાં પેટ્રોલ 90.56 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું છે. તો ડીઝલના ભાવમાં પણ ઘટાડો થતા 80.87 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. તો વાત કરીએ મુંબઈમાં પેટ્રોલના ભાવની તો પેટ્રોલનો ભાવ 96.98 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.96 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે.

Image Source

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં દરરોજ સવારે 6 વાગે બદલાવ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કિંમતમાં બદલાવ નક્કી કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત નીચે આવવાના કારણે રોજ કિંમતમાં બદલાવ કરવામાં આવે છે.