પેટ્રોલ અને ડીઝલની મોંઘવારી તો અટકવાનું નામ જ નથી લેતી. 22 ઓક્ટોબર શુક્રવારના રોજ ફરી એકવાર કિંમતોમાં વધારો થયો છે. છેલ્લા 19 દિવસમાં પેટ્રોલ 5 રૂપિયા 70 પૈસા અને ડીઝલ 7 રૂપિયા વધી ગયું છે. જો કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો અને નિવારણનું કારણ ખુદ ભાજપના મોટા નેતા રાજનાથ સિંહે જણાવ્યું છે. એ અલગ વાત છે કે તેમણે 2011માં વિપક્ષમાં રહીને આ ઉપાય કહ્યો હતો.
રાજનાથની એક ફેસબુક પોસ્ટ હાલમાં વાયરલ થઇ રહી છે. રાજનાથ સિંહ હાલમાં દેશના રક્ષા મંત્રી છે. પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવોનું દર્દ જાણો. તેમણે તેનું કારણ અને સારવાર પણ જણાવી. જો કે આ 2011ની વાત છે. ત્યારે દેશમાં મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકાર હતી. ભાજપ વિપક્ષમાં હતી. તે દરમિયાન રાજનાથ સિંહે એક પોસ્ટ શેર કરી હતી, આ પોસ્ટમાં લખ્યું, “કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ ઉત્પાદનો પર 32-35 ટકા અને રાજ્ય સરકાર 20-25 ટકા વસૂલે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં જ્યાં કેન્દ્ર સરકાર ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 120 ડોલર બતાવી રહી છે, જો તેમાં 30 ટકા ઉત્પાદન ખર્ચ ઉમેરવામાં આવે તો પણ ભારતમાં પેટ્રોલ 35-40 રૂપિયા પ્રતિ લીટર હોવું જોઈએ.
@rajnathsingh @narendramodi #PetrolDieselPriceHike #GST @BJP4India @INCIndia अब की बार पेट्रोल २०० पार।। just think when crude oil will reach $120 then petrol price in India???? 200 par???? pic.twitter.com/W63MBxlMLl
— ASHISH SHARMA (@sharmashish93) October 21, 2021
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલ પંપ પર પેટ્રોલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈને 106.89 રૂપિયા થઈ ગયું છે. ડીઝલ પણ 35 પૈસા મોંઘુ થઈને 95.62 રૂપિયા પ્રતિ લીટર થયું છે. મુંબઈમાં પેટ્રોલ 112.78 રૂપિયા અને ડીઝલ 103.63 રૂપિયા થયું છે. કોલકાતામાં હવે પેટ્રોલ 107.45 રૂપિયા અને ડીઝલ 98.73 રૂપિયા પ્રતિ લિટર મળશે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 103.92 રૂપિયા અને ડીઝલની કિંમત 99.92 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
Price of petrol & diesel in #Delhi is at Rs 106.89 per litre (up by Rs 0.35) & Rs 95.62 per litre (up by Rs 0.35) respectively today.
Petrol & diesel prices per litre-Rs 112.78 & Rs 103.63 in #Mumbai, Rs 107.45 & Rs 98.73 in #Kolkata; Rs 103.92 & Rs 99.92 in Chennai respectively pic.twitter.com/yg2uNz3C8N
— ANI (@ANI) October 22, 2021
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે હવે રાજનાથ સિંહની ફેસબુક પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે. લોકો તેનો સ્ક્રીનશોટ લઈને સરકારને અરીસો બતાવી રહ્યા છે. એક યુઝરે ટ્વીટર કરી કહ્યુ- “અબ કી બાર પેટ્રોલ 200 પાર. જરા વિચારો, જ્યારે ક્રૂડ ઓઈલ 120 રૂપિયા પ્રતિ બેરલના ભાવે પહોંચી જશે, તો ભારતમાં પેટ્રોલની કિંમત શું હશે ? 200 રૂપિયા પ્રતિ લિટર ?