અચ્છે દિન આવી ગયા : ભારતમાં આ જગ્યાએ પેટ્રોલ ૨૫ રૂપિયા સસ્તું થશે ! આ તારીખે દોડતા દોડતા પૂરાવા જશો

આ વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પછી દિવાળીના અવસર પર કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પાંચ અને દસ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. કેન્દ્રએ પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કર્યો હતો, જેના પછી દેશભરમાં તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ત્યારે હવે ફરી એકવાર નવા વર્ષે સારા સમાચાર આવ્યા છે. નવા વર્ષમાં ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું થશે. રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેને આ જાહેરાત કરી છે. પરંતુ આ સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ માત્ર BPL કાર્ડ ધારકોને જ મળશે.

પ્રતિકાત્મક તસવીર

મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું છે કે 26 જાન્યુઆરીથી BPL કાર્ડ ધારકોને ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે. એટલે કે સરકારે 26 જાન્યુઆરી નિમિત્તે પ્રજાને ખૂબ જ સરસ ભેટ આપી છે. એસોસિએશન સરકાર પાસે પેટ્રોલ પર 5% વેટ ઘટાડવાની માંગ કરી રહી હતી. તેમનું કહેવું છે કે જો સરકાર વેટનો દર 22%થી ઘટાડીને 17% કરે તો લોકોને મોટી રાહત મળશે. ઉલ્લેખનીય છે કે, હાલ ઝારખંડમાં પેટ્રોલ 98.80 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે અને હવે મુખ્યમંત્રીની 25 રૂપિયાના ઘટાડાની જાહેરાત બાદ એક લિટર પેટ્રોલ 75.52 રૂપિયામાં મળશે. જો કે, વેટ અને અન્ય કરમાંથઈ મુક્તિના આધારે સાચા અર્થમાં નક્કી કરવામાં આવશે કે આ મુક્તિ 25 રૂપિયા હશે કે તેથી વધુ.

એસોસિએશને કહ્યું કે પડોશી રાજ્યો ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે. આવી સ્થિતિમાં ઝારખંડથી ચાલતા વાહનોને પડોશી રાજ્યોમાંથી ડીઝલ મળી રહ્યું છે. જેના કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે. એસોસિએશનના પ્રમુખ અશોક સિંહે કહ્યું કે પેટ્રોલિયમ ડીલરોએ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો હતો અને નાણામંત્રીને પણ મળ્યા હતા. પરંતુ આજદિન સુધી કોઈ કાળજી લેવામાં આવી નથી.

પ્રતિકાત્મક તસવીર

અશોક સિંહે જણાવ્યું કે નાણામંત્રીને મળ્યા બાદ તેમણે આ અંગે મેમોરેન્ડમ આપ્યું હતું, પરંતુ તેમની માંગણીઓ પર વિચાર કરવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે ઝારખંડમાં 1350 પેટ્રોલ પંપ છે, જેની સાથે 2.50 લાખથી વધુ પરિવારોની આજીવિકા સીધી રીતે જોડાયેલી છે. વેટના ઊંચા દરને કારણે ધંધાને અસર થઈ રહી છે.

Shah Jina