ખબર

પેટ્રોલ-ડિઝલની કિંમતોને લઈને આવ્યા થોડાક રાહતના સમાચાર

પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં આજે સતત 16મા દિવસે કોઇ બદલાવ થયો નથી. જો કે, કાચુ તેલ પણ 74-75 ડોલર વચ્ચે છે. પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં છેલ્લે 17 જુલાઇ 2021ના રોજ વધારો થયો હતો અને 19 જુલાઇથી સંસદનું મોનસૂન સત્ર શરૂ થયુ હતુ. ત્યારથી લઇને અત્યાર સુધી કિંમતોમાં કોઇ બદલાવ થયો નથી. મોનસૂન સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે. 17 જુલાઇના રોજ પેટ્રોલની કીંમતોમાં વધારો થયા બાદ દિલ્લીમાં પેટ્રોલનો રેટ 101.84 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયો હતો.

ડિઝલનો ભાવ 89.87 રૂપિયા પ્રતિ લીટર છે. આ રીતે મુંબઇમાં પેટ્રોલ આજે પણ 107.83 રૂપિયા પ્રતિ લીટર છે, જયારે ડિઝલ 97.45 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતામાં પેટ્રોલ 102.08 રૂપિયા પર વેચાઇ રહ્યુ છે અને ડિઝલ 93.02 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઇમાં પેટ્રોલનો રેટ 9માં દિવસે પણ 102.49 રૂપિયા છે જયારે ડિઝલ 94.39 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદમાં પેટ્રોલ 98.54 રૂપિયા અને ડીઝલ 96.71 રૂપિયા પ્રતિ લીટર છે. જયારે સુરતમાં પેટ્રોલ 98.39 રૂપિયા અને ડીઝલ 96.59 રૂપિયા પ્રતિ લીટર છે. વડોદરામાં પેટ્રોલ 98.09 રૂપિયા અને ડીઝલ 96.25 રૂપિયા પ્રતિ લીટર છે અને રાજકોટમાં પેટ્રોલ 98.25 રૂપિયા અને ડીઝલ 96.45 રૂપિયા પ્રતિ લીટર છે.

થોડા દિવસો પહેલા નીતિન પટેલે આ પેટ્રોલ અને ડિઝલના ભાવ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ મામલે જણાવ્યુ કે, સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલ બાબતે રાજય તરફથી જે વેટ લેવામાં આવે છે તે દર ગુજરાતમાં સૌથી ઓછો છે. અન્ય જગ્યાએ તે વધારે છે. તેમણે કહ્યુ કે, ગુજરાત હાલ ઓછામાં ઓછો ટેક્સ લેનાર રાજય છે. બીજા રાજયો અંગે પણ હાલ વિચારણા ચાલી રહી છે.

પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતોને લઇને લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે. વિપક્ષી દળ પણ આને મુદ્દો બનાવીને સરકારને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે. કેંદ્રીય સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીનું કહેવુ છે કે વધતી કિંમતોથી લોકોમાં ગુસ્સો છે, જો કે તેના પ્રભાવને ઓછો કરવા માટે તેમણે વૈકલ્પિક ઇંધણના પ્રયોગ પર જોર આપ્યુ છે.

દેશના સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીએ રવિવારે નાગપુરમાં પહેલા કોમર્શિયલ LNG ફિલિંગ સ્ટેશનનું ઇદ્ઘાટન કર્યુ, આ દરમિયાન તેમણે કહ્યુ કે, LNG, CNG અને ઇથેનોલ જેવા વૈકલ્પિક ઇંધણના અધિક ઉપયોગથી પેટ્રોલ કિંમતોમાં વધારાથી રાહત મળશે. ગડકરીએ કહ્યુ કે, વાહન ઇંધણના રૂપમાં ઇથેનોલનો ઉપયોગ પેટ્રોલની તુલનામાં ઓછો calorific value છત્તાં ઓછામાં ઓછા  રૂપિયા પ્રતિ લિટર બચાાવવામાં મદદ કરશે.

LNGના આર્થિક લાભ પર પ્રકાાશ પાડતા ગડકરીએ કહ્યુ કે, આંકડાથી ખબર પડે છે કે એક પારંપારિક ટ્રક એન્જીનમાં બદલવાની ઔસત લાગત  લાખ રૂપિયા હતી. ટ્રક વર્ષમાં 98 હજાર કિમી ચાલે છે. આ માટે LNGમાં બદલ્યા બાદ 9-10 મહિનામાં પ્રતિ વાહન 11 લાખ રૂપિયાની બચત થશે.

નીતિન ગડકરીએ કહ્યુ કે, જલ્દી જ અમે લોકો પેટ્રોલ પંપ પર ઇથેનોલની સુવિધા આપીશુ, જે પેટ્રોલ-ડિઝલથી ઓછા ભાવ પર ઉપલબ્ધ થશે. ઇથેનોલ ગ્રાહકોને લગભગ 60–65 રૂપિયા લીટર મળશે. ગ્રીન ફ્યુલથી પ્રદુષણમાં ઘટાડો પણ થશે.