અજાણી મહિલાને ભરી આપ્યું પોતાના પૈસે પેટ્રોલ, પછી મહિલાએ 400 રૂપિયાની સામે અધધધધ રકમ…

0

ભગવાને ગીતામાં લખ્યું છે કે કર્મ કર્યે જા, ફળની ચિતા ન કર. જો તમે સારું કર્મ કર્યું છે તો વહેલા કે મોડા ફળ તો મળશે. ત્યારે આવું જ કંઈક થયું હતું દક્ષિણ આફ્રિકામાં પેટ્રોલ પંપ પર કામ કરતા એક અશ્વેત કર્મચારી સાથે. પેટ્રોલ પંપ પર કામ કરતા એક કર્મચારીએ એક અજાણી મહિલાની કારમાં પોતાના પૈસાથી ફ્યુઅલ ભરી આપ્યું હતું અને તેની સારી ભાવના જોઈને આ મહિલાએ ક્રાઉંડ ફંડિંગ દ્વારા 23 લાખ જેટલા રૂપિયા ભેગા કરીને આપ્યા હતા.

Image Source

કેપટાઉનમાં પાસેથી પસાર થતી 21 વર્ષીય રહેવાસી મોનેટ ડેવેન્ટર પેટ્રોલ પંપ પર પોતાની કારમાં ફ્યુઅલ ભરાવવા આવી હતી. પેટ્રોલ પંપ પર આવીને એને ખબર પડી કે તે તેનું કાર્ડ ઘરે જ ભૂલીને આવી છે. તે પેટ્રોલ પંપના કર્મચારીને કઈ પણ કહે એ પહેલા જ તેને એ વાતનો અહેસાસ થયો.

પછી શોધ્યા પછી તેને પેલા કર્મચારીને કહ્યું કે એને પોતાનું કાર્ડ નથી મળી રહ્યું અને એ પેટ્રોલ ભરાવી નહિ શકે. ત્યારે એ કર્મચારીએ મોનેટને પોતાના કાર્ડથી પોતાના રૂપિયે 400 રૂપિયાનું ફ્યુઅલ ભરી આપ્યું. પેલા કર્મચારીને ખ્યાલ હતો કે મોનેટ જે વિસ્તારમાંથી પસાર થવાની છે એ ગેંગસ્ટરનો વિસ્તાર છે.

Image Source

આ કર્મચારીએ કહ્યું, ‘મેમ, N2 પર તમારી કાર બંધ ન થવી જોઈએ. હું મારા પૈસાથી ફ્યુઅલ ભરી આપું છું, તમે ગમે ત્યારે જયારે પણ અહીં નજીકથી પસાર થઇ રહયા હોવ ત્યારે આપી જજો.’ એને નામ કે નંબર પૂછયા વિના જ ફ્યુઅલ ભરી આપ્યું અને માત્ર સેફલી ડ્રાઈવ કરવા કહ્યું.

Image Source

આ પછી જયારે મોનેટ રૂપિયા પરત કરવા આવી ત્યારે તેને પૂછ્યું કે શા માટે તેને મોનેટની મદદ કરી અને વિશ્વાસ રાખ્યો કે એ પૈસા પરત કરશે. ત્યારે આ કર્મચારીએ જવાબ આપ્યો, ‘મેમ, હું વિશ્વાસ રાખતો માણસ છું.’ તેની આ વાત સાંભળીએ મોનેટને તેના પ્રત્યે માન વધી ગયું અને તેને પેટ્રોલ પંપ પર કામ કરતા આ કર્મચારી મબેલેના વખાણ કરીને માટે રૂપિયા એક્ટ કરવા માટે ફેસબુક પર અભિયાન ચલાવ્યું.

આ અભિયાનને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને મોનેટે મબેલે માટે 23 લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી લીધી. આ રકમ મબેલેના 8 વર્ષના પગાર બરાબર છે. ત્યારે મબેલેના મદદની ભાવનાના સાથે અને વિશ્વાસ રાખીને કરેલા આ કામના ખૂબ જ વખાણ થઇ રહયા છે.

આ વિશે મબેલેએ કહ્યું કે, ‘મેં જે કર્યું એ મારે કરવું જોઈએ. મારા બદલે બીજું કોઈ હોતે તો પણ એવું જ કરતે. આપણે બધા એક જ છીએ અને આપણે એકબીજાની મદદ કરતા રહેવું જોઈએ.’

Image Source

મોનેટ દ્વારા ભેગા કરવામાં આવેલા રૂપિયા નો સ્વીકાર કરવા માટે મબેલે ઇન્કાર કરી દીધો હતો. તેને આ વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બધાને જ ખબર છે કે તે ક્યાં રહે છે, એ વિસ્તારમાંથી રૂપિયાની ચોરી પણ થઇ શકે છે. માટે તે ઈચ્છે છે કે તેના પરિવાર માટે સારું ઘર અને તેના બાળકોની શાળાની ફી ભરી દેવામાં આવે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.