BREAKING: શું ગાંધીના ગુજરાતમાં મળી જશે હવે દારૂની છૂટ ? જાણો હાઇકોર્ટ દ્વારા સુનાવણીમાં શું કહેવામાં આવ્યું ?

ગુજરાતની અંદર દારૂબંધી છે, ત્યારે ગુજરાતમાં દારૂબંધી મુક્ત કરવા માટે હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.  ત્યારે આ સુનાવણીમાં રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પર દારૂબંધીને પડકારતી અરજી ટકવા પાત્ર છે એવો મહત્વનો હૂકમ કરીને હાઈકોર્ટે રાજ્ય સરકારને ઝટકો આપ્યો છે.

ત્યારે બીજી તરફ હવે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે પણ સમય માંગ્યો છે. જેથી સરકારની માંગને ધ્યાને લેતા આ કેસની સુનાવણી 12 ઓક્ટોબરે રાખવામાં આવી છે. જ્યારે દારુબંધીના કાયદાનો વિરોધ કરનાર અરજદારે સરકારની માંગનો વિરોધ કર્યો છે. અગાઉની સુનાવણીમાં પણ દારૂબંધીના મુદ્દે અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની પર રોક લગાવવાનો સરકારને અધિકાર નથી.

જોકે આ મામલે એડવોકેટ જનરલે વાંધો ઉઠાવ્યો હતો કે હાઈકોર્ટમાં અરજદાર આવી અરજી ન કરી શકે. પરંતુ હાઈકોર્ટ દ્વારા એડવોકેટ જનરલે ઉઠાવેલા વાંધાને ફગાવી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દારૂબંધીને દૂર કરવા માટે અલગ અલગ અરજીઓ કરવામાં આવી હતી જેને લઈને હાઈકોર્ટે સરકારને મોટો ઝટકો આપ્યો છે. હવે આગામી સુનાવણીમાં જ  પડી શકે કે ગુજરાતમાં દારૂબંધીમાં છૂટ મળશે કે કેમ ?

Niraj Patel