ખબર

“દૂધ કરતા પણ વધારે ફાયદા કારક છે બિયર” PETA દ્વારા કરવામાં આવ્યો દાવો, તમારું શું માનવું છે? વાંચ્યા પછી પ્રતિભાવ આપજો

બાળપણથી જ આપણને દૂધ પીવાના ફાયદાઓ વિશે જણાવવામાં આવ્યું હતું. ઘરના વડીલો અને આપણા મમ્મી પણ આપણને દૂધ પીવાની હરદમ સલાહ આપે છે, ભણવામાં પણ આપણે દૂધ પીવાના ઘણા જ ફાયદાઓ વિશે જાણ્યું છે જેના કારણે મોટાભાગના ઘરોમાં રોજ દૂધનું સેવન કરવામાં આવે છે પરંતુ થોડા સમય પહેલા જ પશુઓ માટે કામ કરતી એક સંસ્થા PETA (પીપલ ફોર એથેલિક ટ્રીટમેન્ટ ઓફ એનિમલ) દ્વારા જણાવવામાં આવ્યું છે કે દૂધ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને બિયર શરીર માટે ફાયદાકારક છે.

Image Source

પેટા દ્વારા જણાવવામાં આવ્યું છે કે બિયર હાડકાને મજબૂત બનાવે છે અને બિયર પીવાના કારણે વ્યક્તિની ઉંમરમાં પણ વધારો થાય છે. પેટા દ્વારા લોકોને દૂધ ના પીવાની સલાહ આપવા આવી છે સાથે પેટાએ દૂધ પીવાના ગેરફાયદા પણ જણાવ્યા છે. જેમાં દૂધ પીવાના કારણે મોટાપો, ડાયાબિટીઝ અને કેન્સર જેવી ઘાતક બીમારીઓ થવાનું પણ જણાવવામાં આવ્યું છે.

Image Source

બિયર એક આલ્કોહોલ યુક્ત પીણું છે. પરંતુ પેટાએ પોતાના રિપોર્ટની અંદર તેના ઘણા ફાયદા જણાવ્યા છે. બિયર બનાવવામાં જે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તેની અંદરથી ઘણા પોષક તત્વો મળી આવે છે. બિયર બનાવવા માટે ઘઉં, જઉં, મકાઈ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં બીયરમાં રહેલા 90 ટકા પાણી ઉપરાંત ફાઈબર, કેલ્શિયમ, આયર્ન જેવા ઘણા પોષકતત્વો રહેલા છે જે શરીરને ફાયદો આપે છે. બિયર હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે જે શરીરની માંસપેશીઓના વિકાસ માટે ખુબ જ ફાયદાકારક બતાવવામાં આવ્યું છે. જયારે દૂધ પીવાના કારણે થતી ગંભીર બીમારીઓનો ઉલ્લેખ પણ પેટા દ્વારા કરવામાં આવ્યો છે.

Image Source

બિયરમાં આલ્કોહોલ રહેલું છે, વધુ પ્રમાણમાં બિયર પીવાના કારણે પણ મોટી બીમારીઓ આવી શકે છે, આ રિપોર્ટ પેટા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેના બાદ દેશભરમાં લોકોએ આ બાબતનો વિરોધ કરવાનું પણ શરૂ કર્યું હતું, કારણ કે ભારતમાં મોટાભાગના ઘરોમાં દૂધ પીવામાં આવે છે અને ઘણા લોકો આલ્કોહોલથી દૂર જ રહેતા હોય છે તે મુજબ પેટાના આ રિપોર્ટનો ઘણી સંસ્થાઓ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે.

નીચે જુઓ વિડિઓ:

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.