હેલ્થ

પેટ સાફ નથી થતું? તો સુતા પહેલા કરો આ ઉપાય, થઇ શકે છે ફાયદો – વાંચો માહિતી અને શેર કરો

મોટાભાગના લોકો પોતાના ખાનપાન ઉપર જરાય ધ્યાન આપતા નથી. જેના કારણે તેમનું પેટ એકદમ સાફ નથી થતું. આવી હાલતમાં ઘણા પ્રકારની બીમારીનો ભોગ બનવું પડતું હોય છે. અને પછી લોકો ડોક્ટર પાસે ભાગતા હોય છે સારવાર માટે. ખરેખર તો ખાવાપીવા પર ધ્યાન ન આપવાના કારણે અને લોકો ગમે તે સમય ગમે એ વસ્તુ ખાઈ લેતા હોય છે, જેના કારણે પેટ બિલકુલ સાફ નથી થતું. પછી ગેસ અને કબજિયાત જેવી સમસ્યા પેદા થાય છે. જી હા, આવી સમસ્યા પેટ સાફ ન થવાના કારણે જ પેદા થતી હોય છે.

રોજ સવારે પેટ સાફ થવું એ એકદમ જરૂરી છે. જેના માટે લોકો ચૂર્ણનો સહારો લે છે. જો એમાના તમે પણ એક છો જે ચૂરણનો સહારો પેટ સાફ કરવા માટે લે છે તો આજે અમે તમારા માટે એવા ઘરગથ્થુ ઉપાયો લાવ્યા છીએ જેના ઉપાયથી તમારું પેટ એકદમ સાફ રહેશે.

Image Source

કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશનની સમસ્યા થવા પર મોટાભાગે લોકો દવાઓ લેતા હોય છે, જેની ઘણી વાર શરીર પર વિપરીત અસર જોવા મળે છે. જો કબજિયાતને લીધે સવારે પેટ સાફ નથી થઇ શકતું હોય તો રાતે આ ઉપાય કરવા શ્રેષ્ઠ સાબિત થાય છે. પેટ સાફ કરવાના ઘરેલુ ઉપાયો:

વધારે માત્રામાં પાણી પીઓ –

દરેક વ્યક્તિએ વધારે માત્રામાં પાણી પીવું જોઈએ. એવામાં તમારે રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. જેનાથી તમારું પેટ એકદમ સાફ થઈ જાય. આમ જોઈએ તો શરીરમાં પાણીની અછતના કારણે મળ સુકાવા લાગે છે. અને એના કારણે સવારે પ્રેશર નથી બનતું. માટે પાણી પુષ્કળ પીવું જોઈએ.

ગરમ પાણી પીવો –

જો તમારું પેટ એકદમ સાફ નથી રહેતું અને તમે અવનવા ઉપાયો અજમાવીને થાકી ગયા છો? તો તમે રોજ સવારે ઊઠીને એક ગ્લાસ ગરમ પાણી પીવાનું રાખો, આમ કરવાથી પેટ તો સાફ થશે જ સાથે સાથે કબજિયાત પણ નહી રહે.

Image Source

લીલી શાકભાજી ખાઓ –

જો તમારું પેટ એકદમ સાફ નથી રહેતું તો તમે ડાયટમાં મેથી, પાલક જેવી લીલી શાકભાજી ઉમેરો, આમ કરવાથી તમને જલ્દી જ ફાયદો જોવા મળશે અને સાથે સાથે તમારું પેટ પણ એકદમ સાફ રહેશે.

દહી ખાઓ –

દહી પેટના રોગ માટે વરદાન સમાન છે, દહી ખાવાથી પેટ એકદમ સાફ રહે છે. રોજ રાત્રે દહી ખાવાથી પેટ એકદમ સાફ રહેશે.

સફરજન –

નિયમિત રીતે સફરજન ખાવાથી પેટ સાફ રહે છે અને પેટના કોઈ રોગ થતાં નથી.

Image Source

એલોવેરા –

જો તમારું પેટ સાફ નથી રહેતું તો તમે રોજ એક ગ્લાસ એલોવેરાનું જ્યુસ સવારે ભૂખ્યા પેટ પીવાનું રાખો. આ પ્રયોગથી તમને ઘણા બધા લાભ થશે. અથવા તો રાતે સુતા પહેલા એક ગ્લાસ નવશેકા પાણીમાં 2 ચમચી એલોવેરા જેલ મિલાવીને પીઓ.

કોફી ઓછી પીવો –

જો પેટ સાફ નથી રહેતું તો ચા કોફી એકદમ ઓછું કરી દો. આમ કરવાથી પેટ સાફ રહેશે. સુતા પહેલા ચા અને કોફી પીવાથી બચવું જોઈએ, થોડી મકાઈ લેવાથી પેટ સાફ થઇ જાય છે અને કબજિયાતની સમસ્યામાં આરામ મળે છે. મોડી રાત સુધી ચા કે કોફી પીવાથી પણ ડાઈજેશન ખરાબ થઇ શકે છે.

ઈસબગુલ –

રોજ રાત્રે ઇસબગુલને પાણીમાં પલાળીને સવારે ભૂખ્યા પેટે પી જાઓ, આ પ્રયોગથી પેટ એકદમ સાફ રહેશે અને કબજિયાત તો મટી જ જશે.

Image Source

અળસી –

અલસીના પાઉડર સાથે રોજ એક ચમચી દૂધ પીવાથી પેટ એકદમ સાફ રહેશે. એવામાં રોજ એક ગ્લાસ દૂધ અને અળસીનો પાઉડર લેવો જોઈએ. આનાથી તમને ગેસ, કબજિયાત અને અપચાની તકલીફમાં રાહત મળશે. આ સિવાય પલાળેલી અળસીનું પાણી પીઓ, અને અળસી ચાવીને ખાઓ.

મેથી –

રોજ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગરમ પાણીની સાથે ચાર પાંચ મેથીના દાણા ખાઈ લો. આ ઉપાય અજમવાથી તમારું પેટ તો સાફ રહેશે સાથે સાથે તમને ગેસ અને કબજિયાત જેવી બીમારી પણ નહી થાય.

કેસ્ટર ઓઈલ –

રાતે ઊંઘતા પહેલા એક ગ્લાસ દૂધમાં એક ચમચી કેસ્ટર ઓઈલ મિક્સ કરીને પીઓ. આમ કરવાથી સવારે પેટ સાફ થઇ જશે. અને તમારી કબજિયાતની સમસ્યા દૂર થઇ જશે.

Image Source

આ સિવાય તમે નીચે જણાવેલા ઉપાય પણ કરી શકો – 

  • માટીના વાસણમાં ત્રિફલા પાઉડરને પલાળો, અને તેનું પાણી ગાળીને પીઓ.
  • પલાળેલી કીસમીસ ખાઓ, અને તેનું પાણી પીઓ.
  • દૂધમાં 2 થી 3 અંજીર ઉકાળો, નવશેકું આ દૂધ પીઓ અને અંજીરને ખાઓ.

રાતે આ કામ ન કરો:

  • રાતના ભોજનમાં મેંદો, જંક કે પ્રોસેસ્ડ ફૂડ ન લો, તેમાં ફાઈબર નથી હોતું, જેને લીધે કબજિયાત થઇ શકે છે.
  • મોડી રાત સુધી શરાબ કે સિગરેટ પીવાથી શરીરમાં પાણીની કમી થઇ જાય છે અને કબજિયાતની સમસ્યા થઇ જાય છે.
  • આયરન અને કેલ્શિયમ સપ્લીમેન્ટ રાતે ન લો. તેના કારણે પણ આ સમસ્યા થઇ જાય છે.
  • વધુ ડેરી પ્રોડક્ટ્સ ન લો, તેનાથી પણ ઘણા લોકોને કબજિયાત અને ગેસ થવાની સમસ્યા આવી જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks