લેખકની કલમે

પેટ ફૂટે તો પાટો ક્યાં વાળવા જવો !! વાંચો એક પિતાની કરૂણ કહાણી !!!

પેટ ફૂટે તો પાટો ક્યાં વાળવા જવો !!

“આજે દસ દસ દિવસ થઈ ગયા આ વ્યક્તિને હોસ્પીટલમાં આવ્યા, આટલો પીડાયા કરતો હોવા છ્તાં ઘરની કોઈ જ વ્યક્તિ એની ખબર કાઢવા પણ નથી આવતું. આવું કેવું આવો જુવાન જોધ દીકરો કેન્સર જેવી જીવલેણ જેવી બીમારી વચ્ચે લડી રહ્યો છે. મોતનાં મુખમાં છે. છ્તાં કોઈ ખબર અંતર પૂછવા નહી આવતું. આને લગ્ન નહી કર્યા હોય ? આના માં-બાપને ચિંતા નહી થતી હોય ? આપણને પણ દયા આવે છે આ વ્યક્તિની તો ઘરનાને કેમ દયા નહી આવતી હોય ?”, સિવિલ હોસ્પિટલની બે નર્સ ચેતનને જોઈને દૂરથી ઊભી ઊભી આવી વાતો કરી રહી હતી.

“એના લગ્ન નથી થયા. એ અને એના પપ્પા બે જ રહે છે. એક બહેન છે એ ફોરેન સ્થાયી થઈ ગઈ છે. એના પપ્પા પણ એટલા વૃધ્ધ છે કે ચાલી પણ શકતા નથી. “, બીજી નર્સ બોલી.

“અલી, તને કેમ આ બધી ખબર ?”

“જ્યારે એને અહિયાં મૂકી ગયા ત્યારે ઇનો એક મિત્ર એના પપ્પા ડોક્ટર સાથે વાત આના વિષે કરી રહ્યા હતા ને હું સાંભળી રહી હતી.”

“હમ્મમમમ …”

ત્યાં જ એક અવાજ આવ્યો….રૂમ નંબર તેરના પેશન્ટના હૃદયના ધબકારા બંધ થઈ ગયા છે. શ્વાસ અટકી ગયો છે. પ્લીઝ ડોક્ટરને કોઈ જલ્દી ઇન્ફોર્મ કરો !!

ડોક્ટર ને ત્યાં હજાર તમામ સ્ટાફ પહોંચી જાય છે રૂમ નંબર તેર પર..જોવે છે ને ચેક કરે છે તો એ વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો.આ એ જ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે. જેની પેલી બંને નર્સ વાતો કરી રહી હતી. તરત જ ડોક્ટરે ઘરે એના વૃદ્ધ પિતાને જણાવે છે. એ જ મિત્ર અને એના પપ્પા આવીને ચૂપચાપ એ મરુત વ્યક્તિની ડેડબોડી લઈ જાય છે .

પાછી એ બંને નર્સ અંદરોઅંદર ખૂસપુસ કરે છે. “આ કેવું જુવાનજોધ દીકરો મૃત્યુ પામ્યો ને પિતાની આંખમાં આંસુ પણ નહી ? “

સિતેરની આસપાસ પહોચેલા વિનોદભાઇએ પોતાના જ દીકરાના અંતિમ સંસ્કાર કર્યા ને હાશ અનુભવી !! પછી શાંતિથી ખુરશી પર બેઠા ને એક કપ ચા જાતે બનાવી ટી.વી જોતાં જોતાં ચાની ચૂસકી લગાવવા લાગ્યા. દીકરાના મૃત્યુના દુખદ સમાચાર ન કોઈ સગાવહાલાને આપ્યા કે એમની ફોરેન રહેતી દીકરીને. બસ સબ વાહિની બોલાવી ને જે વિધી થતી હતી એ બધી એના જ દીકરા ચેતનના એક મિત્રની મદદથી ચૂપચાપ પતાવી દીધી.

એક ચાની ચૂસકી લગાવી ત્યાં જ એ સાયં યાદ આવ્યો જ્યારે એમના ઘરે વર્ષો પહેલા આ જ દીકરાનો જન્મ થયો હતો .

“એ વિનોદ ઉભોરે ઉભોરે ક્યાં જાય છે. ? પેંડા ખવડાવ પેંડા એક દીકરાનો બાપ બની ગયો ને આમ ચૂપચાપ ઘરે જાય છે. શરમ નથી આવતી તને ? શેરીના નાકે ઉભેલા પંકજે મને બાપ બન્યાના સમાચાર આપ્યા ….

આખા દિવસનો નોકરીનો થાક એક પળમાં જ ઉતારી ગયો. મારા પગ ડબલ સ્પીડમાં ઘર તરફ ઉપાડ્યા..હું બાપ બની ગયો ! એ પણ એક દીકરાનો….મારા ઘરનાં કુળદીપકને જોવા મારી આંખો તરસવા લાગી. હું દોડીને ઘરમાં પહોંચ્યો ને સીધો જ હંસાના રૂમમાં …જોયું તો ખાટલામાં હંસાની બાજુમાં એક સરસ મજાનું બાળક બાળક સૂઈ રહ્યું હતું. નાના નાના પગ, કોમળ ને મુલાયમ એક્દમ રૂ જેવુ સોફ્ટ ને માસૂમ. મારા જ આંગણે જોઈને હું એટલો ખુશ હતો કે એની ખુશી હું વર્ણવી નહોતો શકતો..

હું એને તેડું ત્યાં જ મારા બા મોટેથી બોલેલા “એ નવાઈના બનેલા બાપ, આમ હરખાઈ ન જા ! સૂતક લાગે, હવ કોઈને આદતો નહી ને સીધો બાથરૂમમાં જઈને નાહી લે હાલ,”

“શું બા તમે પણ, હજી એવાને એવા જ જૂનવાની રહ્યાં.”

રોજ પરાણે બા ના પાડે તોય મારા દીકરાને રમાડું ભલે બે વાર ન્હાવું પડે! ખૂબ લાડ કરાવું, વ્હાલ કરું ને રોજ ઢગલો રમકડાં લે તો આવું. આખું ઘર રમકડાં રમકડાથી ભરી ગયું.

એક દિવસ હંસા બોલી, “ આખી દુનિયામાં તમે જ નવાઈના બાપ બન્યા લાગો છો.  ગાંડા ન થઈ જતાં આમ ને આમ “

“ હા જ તો ..નવાઈનો એટ્લે નવાઈનો જ . એ પણ એક દીકરાનો બાપ. મારા ઘડપણનો ટેકો છે. પછી લાડ તો કરાવું જ ને. “

આમ ને આમ બે ત્રણ વર્ષ નીકળી ગયા ત્યાં અમારા ઘરમાં એક સુંદર દીકરીબાનો જન્મ થયો. ચેતન તો તોફાની પણ અમારા દીકરી બા એક્દમ શાંત. પરાણે વ્હાલા લાગે. બંને ભાઈ બહેનનો ઉછેર એક સરખો જ થવા લાગ્યો. એક જ સ્કૂલમાં બંને ભણે. ભાઈ અને બહેન રોજ સાથે જ સ્કૂલે જાય, ટ્યૂશને જાય ને આમ ને આમ આગળ અભ્યાસ પણ કરતાં જાય. બને સાથે રમે, સાથે જામે ને સાથે જ સુવાનું આ બેય ભાઈ બહેનનો નિત્યક્રમ.

એક દિવસ એક એક્સિડંટમાં હંસાનું મૃત્યુ થયું. મારા જીવનમાં પડેલું સૌથી પહેલું નેસૌથી મોટું અસહ્ય દુખ.!

હંસાના મૃત્યુની યાદ આવતા જ વિનોદભાઇ રડી પડ્યા…ને ભૂતકાળમાંથી બહાર આવ્યા ને ચાનો કપ બાજુ પર મૂકી હંસાની તિજોરી ખોલી બધી જૂની યાદોને તાજી કરવા લાગ્યા.

“એક પત્ની વગર જીવન ન જીવી શકાય ! પત્ની એટ્લે પતિનું અરધું અંગ. પોતાના અંગ વગર આ જીવન કેમ શકય બને ? હંસા તે મને દગો આપ્યો. સાથે જીવવાના વચન આપી આમ અડધી જિંદગીએ તે મારો સાથ છોડયો ?”, ન સહી શકાય એવા અફાટ રૂદને હંસના ફોટા સામું જોઈને કેટલીય ફરિયાદો કરવા લાગ્યા.

થોડી હિમ્મત કરી, ધ્રૂજતા શરીરે પાછા રૂમમાં આવી એક ખુરશી પર બેઠા. એકબાજુ એકલતા ને બીજીબાજુ ભૂતકાળ બંને એટલા હાવી થઈ ગયા હતા કે આજે વિનોદભાઈને આ બે માળનું ઘર પણ ખાવા દોડવા લાગ્યું.

હંસાના ગયા પછી રાત દિવસ ખૂબ મજૂરી કરી ને બંને ભાઈ બહેનને વિદેશ ભણવા મોકલ્યા. દીકરી તો ત્યાં જ વિદેશમાં લગ્ન કરી સેટ થઈ ગઈ ને દીકરો ભણીને આવ્યો ભારત પાછો. હવે દીકરાને વધારે પડતી આઝાદી જોઈતી હતી. એટ્લે લગ્ન લરવાનું આવે તો એ વાતને ઉડાવી જ દેતો ને નખરાં જ કરે કે આ છોકરી નથી સારી. આનું સારું ભણતર નથી. આમ ને તેમ. અંતે વિનોદભાઇ થાક્યા ને એને એની રીતે જીવવું છે તો નકામી શી લપ. આમ વિચારી એના દીકરાને એની રીતે જીવવા દીધો.

રોજ ચેતન રાત્રે બે વાગે ઘરે આવે લથડિયા ખાતો ખાતો ને આવીને ચૂપચાપ ઉપરના માળે ચડી જતો. શરૂઆતમાં વિનોદભાઈને આ બધુ અસહ્ય લાગતું, એટ્લે લપ કરતાં પણ રોજ રોજ બાપ- દીકરા વચ્ચે ઝઘડાં થાય એના જેવા એના નસીબ એમ વિચારી મૌન થઈ જોયે રાખતાં.

પછી તો ઘરમાં સોનાના દાગીનાની ચોરી થવા લાગી, પોતાની જ માના બધા ઘરેણાં ચોરીને ચેતને વેચી માર્યા ને દારૂ, જુગારમાં જ આખો દિવસ રચ્યો પચ્યો રહેવા લાગ્યો, સટ્ટામાં લાખો રૂપિયા હારી ગયો ને રાત્રે સૂતેલા બાપની અંગૂઠાની છાપ લઈ મકાન પણ ગીરવે મૂકી દીધું.  ને રોજ પિતાના નામે જ કોઈ ને કોઈ બેંકમાંથી ક્રેડિટ કાર્ડની ઓનલાઈન લોન લેતો. આવી રીતે લાખોનું દેવું થઈ ગયું.

બાપને દીકરા પર આંધળો વિશ્વાસ. એટ્લે જ્યાં સહી કરવાનું કહે ત્યાં વિનોદભાઇ કરી ડેટા. ઘરમાં કોઈ સ્ત્રી તો હતી નહી. જો કોઈ સ્ત્રી હોય તો રોકે કે આવું ન કરો, વિનોદભાઇ તો બધુ જ જોઈને પણ મૌન રહેતા. માત્ર ને માત્ર દીકરાના સ્વાર્થમાં ને પ્રેમમાં આંધળા થઈ ગયા. એની બધી જ કરતૂત એમની દીકરીથી પણ છાની રાખતાં. કોઈ દિવસ ચેતનની આ લાઈફ વિષે કોઈને કહેતા નહી. કોઈ કહે તો એનું પણ મોઢું તોડી લેતાં.

એમાં એક દિવસ બેન્ક વાળા એમનું વ્યાજ લેવા ઘરે આવ્યા. ને વ્યાજની માંગણી કરી. તો એ લોકોએ કહ્યું કે અમારી પાસેથી પાંચ લાખની લોન વિનોદભાઇએ છ મહિના પહેલા લીધી છે ને એમણે એક પણ હપ્તો વ્યાજનો ભર્યો નથી.

આ સાંભળી વિનોદભાઈના પગ તળેટી જમીન ખસી ગઈ ણે બે દિવસમાં લોનનુ વ્યાજ ભરી દઇશ. એવો વાયદો કરીને બેન્કના કર્મચારીને તો રવાના કર્યો..પણ…પછી સીધા જ ઉપરના રૂમમાં જાય છે.

જોવે છે તો વીસ પચ્ચીસ દારૂની ખાલી બોટલો ને વીસ પચ્ચીસ ભરેલી બોટલ સિવાય રૂમમાં કશું જ દેખાતું ન હતું. ને ચેતન પણ ભાનમાં હતો નહી. એ પણ દારૂના નસામા ધૂત….. ચેતનાનો કબાટ ચેક કર્યો તો એક નહી પણ વિનોદભાઈના નામે દસ દસ લોન લીધી હતી. એ પણ પૂરા સિતેર લાખની .

આ બધુ જોઈને નીચે જઈને પોતાનો કબાટ ચેક કર્યો. ઘરમાં એક પણ દાગીના નહી. વિનોદભાઇ કપાળે હાથ દઈને રડવા લાગ્યા. ખરેખર મોડુ થઈ ગયું. અતિ પ્રેમમાં મે દીકરો પણ ગુમાવ્યો ને મારા ઘરનું બધુ જ . આખી જીંદગીની કમાણી પણ..દીકરાને લાડ લડાવો પણ ખોટા ભૂખલાડ નહી. ખૂબ પસ્તાવા લાગ્યા. હવે ચેતન પાછો વળે એવું હતું જ નહી એટલી હદે એ ખરાબ થઈ ગયો હતો.

આ બધી જ વાત ચેતનાના મિત્ર અશ્વિનને કરી. આ સાંભળી અશ્વિન પણ ચૌકી ગયો. રોજ વિનોદભાઇ પાસે બે મિનિટ બેસવા આવતો ને આશ્વાસન આપતો. ત્યાં એક દિવસ ચેતન ખૂબ બીમાર પડ્યો. અશ્વિન અને વિનોદભાઇ ડોક્ટર પાસે લઈ ગયા. બધા રિપોર્ટ કરાવ્યા તો ખબર પડી કે વધારે પડતાં દારૂના સેવનના કારણે બંને લીવર ફેલ.

હવે ચેતનાની દવા દારૂ માટે પણ કોઈ જ પૈસા ન હતા. ને એને જીવાદી કરવાનું પણ શું ?? આમ વિચારી સિવિલમાં ભરતી કરાવી દીધો ને આજે ?

ભૂતકાળને ખંખેરી વિનોદભાઇ સૂઈ જાય છે.

ચેતન લાખોનું દેવું મૂકીને ગયો છે. રોજ લેણદારોની ન સહી શકાય એવી ગાળો વિનોદભાઈ સાંભળી ચૂપ રહે છે. આપે તો કોઈને કેવી રીતે પૈસા આપે ? જે હતું એ બધુ તો ચેતને જીવતાજીવ જ વેંચી માર્યું હતું .

વિનોદભાઇ રોજ રડે ને રોજ જાતે જ પસ્તાવો કરે છે. ને બધાને એક જ સલાહ આપે કે દીકરાને અતિ લાડ ના લડાવવા!!

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.