અચાનક ઘરમાં ઘુસી ગયો પહાડી સિંહ, પાલતુ શ્વાને બચાવ્યો આ રીતે માલિકનો જીવ, વીડિયો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

એવું કહેવામાં આવે છે કે શ્વાન માણસનો સૌથી સાચો સાથી છે. તે દરેક પરિસ્થિતિમાં પોતાના માલિકનો સાથ આપે છે. ત્યારે હાલમાં જ એક પરિવાર તેમના પાલતુ શ્વાનનો આભાર માન્યો છે, કારણ કે પાલતુ શ્વાને પરિવારને પહાડી સિંહથી બચાવ્યો હતો. પરિવારના સભ્યોનું કહેવું છે કે શ્વાને પહાડી સિંહના આગમનને ઓળખી લીધું હતું. જે બાદ તેણે બધાને એલર્ટ કરી દીધા. જો પાલતુ શ્વાને તેને સમયસર એલર્ટ ન કર્યો હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ મામલો અમેરિકાના કોલોરાડોનો છે. અહીં રહેતા એક પરિવારને જ્યારે ઘરના ડેકની નીચે એક પહાડી સિંહ જોયો ત્યારે આશ્ચર્ય થયું. પરિવારને તેમના પાલતુ શ્વાન દ્વારા આ અંગે જાણ કરવામાં આવી હતી, જેના કારણે સમયસર પહાડી સિંહને બહાર કાઢવામાં આવ્યો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી.

અહેવાલ મુજબ, સિંહની હાજરી વિશે પરિવારને ચેતવણી આપવા માટે શ્વાન વારંવાર ભસતો હતો. આવી સ્થિતિમાં જ્યારે પરિવારના સભ્યોએ ઘરની નીચે બનેલા ડેકમાં જોયું તો તેઓએ ત્યાં એક પહાડી સિંહ છુપાયેલો જોયો. પરિવારને પર્વતીય સિંહની જાણ થતાં જ પરિવારે તાત્કાલિક પોલીસ અને વનવિભાગને બચાવ માટે જાણ કરી હતી.

પોલીસ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી. થોડા પ્રયત્નો પછી, આ ટીમ પહાડી સિંહને ડેકમાંથી બહાર કાઢવામાં સફળ રહી. હાલમાં તેને દૂરના વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો છે. આ પહાડી સિંહનું રેસ્ક્યુ ઓપરેશન યુટ્યુબ ચેનલ જેસન ક્લે પર બતાવવામાં આવ્યું છે. વીડિયોમાં એક પહાડી સિંહ ડેકની નીચે આરામથી સૂતો જોઈ શકાય છે. રેસ્ક્યુ ટીમ પહેલા તેને પાંજરામાં કેદ કરે છે અને પછી તેને દૂરના જંગલમાં છોડી દે છે.

Niraj Patel