ખબર

કોર્ટે આ મામલે પરવેઝ મુશર્રફને ફાંસીની સજા સંભળાવી, જાણો પૂરો મામલો

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેજ મુર્શરફને મંગળવારના રોજ વિશેષ અદાલતે મૃત્યુની સજા સંભળાવી છે. મુશર્રફને 3 નવેમ્બર 2007 માં સંવિધાનને સ્થગિત કરીને ઇમરજન્સી લાગુ કરી દીધી હતી. આ મામલામાં તેના વિરોધમાં ડિસેમ્બર 2013 માં સુનવાઈ(સુનાવણી)શરૂ કરી દીધી હતી. માર્ચ 2014 માં તેને દેશદ્રોહના દોષી માનવામાં આવ્યા હતા. જો કે અલગ અલગ અપીલના ફોર્મમાં મામલો ચાલવાને લીધે સૈન્ય તાનશાહનો મામલો ટળતો ગયો હતો. મુશર્રફે ધીમી ગતિની ન્યાય પ્રક્રિયાનો ફાયદો ઉઠાવતા તે માર્ચ 2016 માં પાકિસ્તાન છોડીને દુબઇ ચાલ્યા ગયા હતા. મુશરર્ફને 1999 થી વર્ષ 2008 સુધી પાકિસ્તાનમાં શાસન કર્યું હતું. તે પાકિસ્તાનના પહેલા સૈન્ય શાસક છે, જેના વિરોધમાં કોર્ટમાં મામલો ચલાવવામા આવ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી બેનજીર ભુટ્ટો અને લાલ મસ્જિદના ધાર્મિક ગુરુની હત્યાના મામલામાં તેને ભગોડા ઘોષિત પણ કરવામાં આવી ચૂકેલા છે.

મુશરર્ફ સજાથી બચવા માટે હાઇકોર્ટમાં પહેલા જ અરજી દાખલ કરી ચુક્યા છે:

જનરલ મુશર્રફએ આગળના અઠવાડિયે પોતાના વકીલોની મદદ દ્વારા લાહૌર હાઇકોર્ટમાં અરજી દાખલ કરાવી, જેમાં તેમણે હાઇકોર્ટથી વિશેષ અદાલતમમાં પોતાના વિરોધમાં ચાલી રહેલી સુનાવણીની માંગ કરી. મુશરર્ફનું કહેવું હતું કે તેણે હાઇકોર્ટમાં પહેલા જ વિશેષ અદાલતના ગઠનના વિરોધમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે પોતાના વિરોધના કેસના હેતુ પર સવાલ ઉઠાવ્યો હતો.

બીમારીનું બહાનું કાઢીને પાકિસ્તાન પરત ફરવામાં અસમર્થતતા દર્શાવે છે મુશર્રફ:

મુશર્રફને પાકિસ્તાન હાઇકોર્ટ અને વિષે અદાલત દ્વારા ઘણી વાર સમન્સ જાહેર કરવામાં આવી ચૂક્યું છે. મુશર્રફ ઘણી વાર દુબઇથી જ બીમારીનું બહાનું કાઢીને પાકિસ્તાન પરત ફરવાનો ઇન્કાર કરતા રહ્યા હતા. હાલમાં મુશર્રફે હોસ્પિટલમાંથી એક વિડીયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં તે પથારીમાં સુતા-સુતા કહે છે કે, દેશદ્રોહનો કેસ ખોટો છે. મેં તો આ બાબતે ઘણી વાર જણાવ્યું છે, ઘણી વાર જંગ લડી છે. 10 વર્ષ સુધી સેવા કરી છે. આજે મારી કોઈ સુનાવણી નથી કરવામાં આવી. મારી વિરુદ્ધમાં તપાસ કરવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. તે કમિટીએ અહીં આવીને મારી તબિયત જોઈને નિવેદન આપવું જોઈએ, આ બાદ જ કાર્યવાહી કરવી જોઈએ. કમિટીની વાત તો કોર્ટ પણ સાંભળશે. મને આશા છે મને ન્યાય મળશે.


3જી નવેમ્બર, 2007ના રોજ કટોકટીની સ્થિતી માટે પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં દેશદ્રોહનો કેસ કરાયો હતો. કોર્ટે મુશર્રફને 31 માર્ચ, 2014ના રોજ દોષીત ઠેરવ્યા હતા. પરવેઝે લાહોર હાઈકોર્ટમાં કાર્યવાહી અટકાવવાની અપીલ કરી હતી આની પહેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે લાહોર હાઈકોર્ટમાં અરજી કરીને ઈસ્લામાબાદની વિશેષ કોર્ટ સમક્ષ કેસની કાર્યવાહી અટકાવવા અંગેની અપીલ કરી હતી. તેમના વિરુદ્ધ દેશદ્રોહનો કેસ હતો.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.