102 યાત્રીઓને લઈને ઉડાન ભરી રહેલું પ્લેન રન-વે પર જ ટ્રક સાથે ધડામ દઈને અથડાયું, કેમેરામાં કેદ થયા રૂંવાડા ઉભા કરી દેનારા દૃશ્યો, જુઓ વીડિયો

રનવે પર પેસેન્જર ઉંધી પુછડીએ ભાગ્યા, વિમાનની ફાયર બ્રિગેડની ટ્રક સાથે ભીષણ ટક્કર, જુઓ કેવી રીતે ઉડ્યો આગનો ગુબ્બારો અને ધુમાડો, આટલા લોકો મરી ગયા …

ઇન્ટરનેટ પર ઘણીવાર કેટલાક અકસ્માતના એવા એવા વીડિયો સામે આવતા હોય છે જેને જોઈને આપણા મોઢામાંથી પણ ચીસ નીકળી જાય. રોડ પર રોજ ઘણા અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલ એક ઘટના પ્લેન અકસ્માતની સામે આવી છે. જેમાં રનવે પર ઉડાન ભરતી વખતે જ એક પ્લેન ટ્રક સાથે અથડાઈ ગયું હતું. જેનો એક લાઈવ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આ ઘટના સામ આવી છે પેરુની રાજધાની લીમાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી. જ્યાં ઉડાન ભરી રહેલું લેટમ એરલાઇન્સનું એક વિમાન રનવે પર જ એક અગ્નિશામક ટ્રક સાથે અથડાઈ ગયું હતું અને તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ બાબતે અધિકારીઓએ જણાવ્યું કે ચાલાક દળ અને કૃ મેમ્બર સાથે તમામ યાત્રીઓ પણ સુરક્ષિત છે. પરંતુ ટ્રકમાં સવાર બે ફાયર બ્રિગેડના કર્મચારીઓના મોત થઇ ગયા છે.

આ ઘટના શુક્રવારના રોજ બની હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે જયારે વિમાન ઉડાન ભરી રહ્યું થયુ ત્યારે ટ્રક રનવેમાં શા કારણે ઘુસી હતી. ફરિયાદીની કચેરીએ જણાવ્યું હતું કે તે સંભવિત ષડયંત્ર તરીકે આ ઘટનાની તપાસ કરી રહી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં જોવા મળે છે કે રનવે પર દોડતી વખતે જેટ ફાયરટ્રક સાથે અથડાય છે અને પછી ઝડપથી આગ પકડી લે છે.

જોરદાર તણખા બહાર આવ્યા પછી તે આગળ જઈને ઉભું રહે છે. લિમા એરપોર્ટ પાર્ટનર્સ, જે લિમામાં દેશના સૌથી મહત્વપૂર્ણ એરપોર્ટ જોર્જ ચાવેઝનું સંચાલન કરે છે તેમને જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે શનિવારે ઓછામાં ઓછા 1 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રાખવામાં આવશે. એક મહિના કરતાં ઓછા સમયમાં LATAM એરલાઇન્સ સાથે જોડાયેલી આ બીજી ઘટના છે. તાજેતરમાં, આ એરલાઇનના એક એરક્રાફ્ટનો એક ભાગ ગંભીર તોફાન દરમિયાન નાશ પામ્યો હતો. આ પછી ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.

Niraj Patel