ઘાસ કાપવાના મશીનથી આ વ્યક્તિએ કાપી નાખ્યા બીજા વ્યક્તિના વાળ, વીડિયો જોઈને લોકોએ કહ્યું… “ગજબ”

સોશિયલ મીડિયા આજે એવું માધ્યમ બની ગયું છે જેના દ્વારા માણસ માણસ વગર એકલો પણ રહી શકે છે. બસ તેને એક સારો ફોન, ઝડપી ઇન્ટરનેટ અને ચાર્જર આપી દેવામાં આવે તો તેને જમવાનો સમય પણ યાદ નહીં રહે. સોશિયલ મીડિયા ઉપર રોજના હજારો વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયો પેટ પકડીને હસાવે તેવા હોય છે તો ઘણા વીડિયોની અંદર ભારતીયોના જુગાડ પણ જોવા મળે છે.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ઘાસ કાપવાના મશીનથી બીજા વ્યક્તિના વાળ કાપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં વ્યક્તિનો જુગાડ જોવા મળી રહ્યો છે, જેને ઘણા લોકો પસંદ પણ કરી રહ્યા છે અને એટલે જ થોડા સમયમાં આ વીડિયોને દોઢ લાખ કરતા પણ વધારે લોકોએ નિહાળી લીધો છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઘાસ કાપવાનું મશીન લઈને બીજા વ્યક્તિના વાળ કપાતા જોઈ શકાય છે. તે વ્યક્તિ બીજા વ્યક્તિના માથા ઉપર મશીન રાખે છે અને ધડાધડ માથાના બધા જ વાળ ઉડાવી દે છે. આ વ્યક્તિ બીજા વ્યક્તિના માથામાંથી એવી રીતે વાળ કાપે છે જાણે કે ખેતરમાંથી કોઈ ઘાસ કાપી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Desi Swaad (@desi_swaad0)


આ વીડિયોને જોઈને ઘણા લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે, ઘણા લોકોને આ જુગાડ ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે, ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે વાળ  કાપવાની દુકાને બેસવા કરતા પણ આ ઝડપથી કપાઈ રહ્યા છે. તો ઘણા લોકો આને ગજબ પણ કહી રહ્યા છે. તમને પણ આ વીડિયો ખુબ જ પસંદ આવશે.

Niraj Patel