જીવનશૈલી

દેશની એ મહાન 10 હસ્તીઓ, જેને નફરત કરવા વાળાઓ તમારા લાખ શોધવા ઉપર પણ નહીં મળે !

દુનિયાના ઘણા એવા માણસો હોય છે જેમાં કોઈને કોઈ કમી તો હોય જ છે. ઘણી વાર તો એવું થાય છે કે કોઈ વ્યક્તિ સાથે મુલાકાત પછી થાય છે પરંતુ તેની ઓળખાણ પહેલા થઇ જાય છે. એક શાયરે સાચું જ કહ્યું છે કે, માણસ બધાને ખુશ નથી રાખી શકતો, કોઈ લોકો તો ભગવાનથી પણ દુઃખી હોય છે. તો  બીજી તરફ ઘણા એવા પણ લોકોએ ધરતી પર જન્મ લીધો છે જેને આજ દિવસ દિવસ સુધી પ્રેમ જ મળ્યો છે. જો ક્યાંય પણ નામ લેવામાં આવે તો ત્યાં પણ તેના પ્રશંસક મળી જાય છે. આ બુરાઈ કરવા વાળા ના બરાબર જ હોય છે.
જો આમ છતાં પણ તમને કોઈ એવું મળી જાય છે કે જે આ લોકોને નફરત કરતા હોય તો આ અપવાદ બધી જ જગ્યા પર હોય છે.

1.લાલ બહાદુર શાસ્ત્રી

Image Source

ભારતના બીજા વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી તેમના મહાન વ્યક્તિત્વ માટે આજ સુધી પ્રશંસનીય છે. મહાનતા તેના પાત્રમાં ઓગળી જાય છે, તેને નફરત કરનારા લોકો મુશ્કેલીથી મળશે. જય જવાન, જય કિસાનનો નારો આપીને તેમણે દેશને નવી દિશા આપી છે.

2.રાહુલ દ્રવિડ

Image Source

પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડ એક અલગ શૈલીનો ખેલાડી રહ્યો છે. તેણે હંમેશા રમત ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ભારતીય બેટિંગ દિવાલ તરીકે ઓળખાતા રાહુલના ચાહકો તેમના ટીકાકારો કરતા અનેકગણા વધારે છે.

3.એ.પી. જે. અબ્દુલ કલામ

Image Source

ભારતના આ પૂર્વ રાષ્ટ્રપતિએ માત્ર લોકોના દિલ જીત્યા છે. દેશના આ પુત્રએ સમાજના દરેક વર્ગને પોતાનું ગર્વ લેવાની તક આપી છે. તે હિન્દુ હોય કે મુસ્લિમ, કલામનું નામ સાંભળતા જ દરેકનું માથુ ઉંચુ થઈ જાય છે.

4.અટલ બિહારી વાજપેયી
ભારતના ખૂબ જ જાણીતા વડા પ્રધાનો પૈકી એક અટલ જીને લોકોની સાથે-સાથે વિપક્ષ તરફથી પ્રેમ અને આદર મળ્યો છે. યુવાનીના દિવસોમાં જ્યારે તેઓ વિપક્ષમાં નહેરુની ટીકા કરતા હતા, ત્યારે ગૃહમાં બેઠેલા નેહરુએ પણ તેની પીઠ થપથપાવી હતી. તેમની કવિતાઓમાં દેશ પ્રેમ હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો નરમ બન્યા હતા. તેમણે પોતે જ આ પહેલ કરી હતી. તેમની રાષ્ટ્રની સેવા દરેક માટે પ્રેરણારૂપ છે.

5.ગૌતમ બુદ્ધ

Image Source

જ્ઞાનની રાહ પર ચાલનાર દુનિયાને મોક્ષનો પરિચય કરનારા અહિંસક સંત મહાત્મા બુદ્ધ થી નફરત કરનારા લોકો તમને ગોતવા છતાં પણ નહીં મળે. આ મહાન સંતએ ખૂંખાર ડાકુ અંગુલિમાલને પ્રેમનો પાઠ ભણાવ્યો હતો.

6.નવાઝુદ્દીન સિદ્દીકી

Image Source

એકદમ ધરતીથી ઉઠીને આકાશની ઊંચાઈ સુધી પહોચનારો આ બહેતરીન એક્ટરને નફરત કરવાવાળા ભાગ્યેજ કોઈ મળશે. વર્ષો સુધી સંઘર્ષ કર્યા બાદ આ શખ્સે આખી દુનિયામાં એક્ટિંગનો ઝલવો દેખાડ્યો છે. આજે મોટા સ્ટારની ફિલ્મમાં પણ તેને નવાજવામાં આવે છે.

7.રજનીકાંત

Image Source

સાઉથના આ હીરોની અહીં પૂજા કરવામાં આવે છે.જો કે તમે આ મહાન અભિનેતાના નામે મેમ્સ જોશો, રમૂજી ટુચકાઓ જોવામાં આવશે, પરંતુ તેને નફરત કરનારા લોકો મળશે નહીં. તેની ફિલ્મોમાં એવો ક્રેઝ છે કે તે દિવસે તેમના રાજ્યમાં રજા આપવામાં આવે છે.

8.પ્રેમચંદ

Image Source

કલમના જાદુગર કહેવાતા આ મહાન માણસને નફરત કરનારાઓને શોધવાનું ખૂબ મુશ્કેલ રહેશે. તેમનું લેખન સમાજનો અવાજ હતો. તે પોતાના લેખો અને વાર્તામાં બીજાના જીવનનું ચિત્રણ કરતા હતા. ભારતીય ગદ્ય સાહિત્યને પ્રેમ કરનારો દરેક વ્યક્તિ પ્રેમચંદનો ઋણી છે.

9.ભગત સિંહ

Image Source

ભારતની આઝાદીના યજ્ઞમાં જીવનું બલિદાન આપનાર ભગતસિંહને માત્ર ભારત જ નહીં, પરંતુ પાકિસ્તાનમાં પણ યાદ કરવામાં આવે છે. ભગતસિંહ યુવાનો માટે રોલ મોડેલ છે. યુવાનીમાં દેશ માટે ફાંસી આપનારા ભગતસિંહને નફરત કરનારો કોઈ તમને મળશે નહીં.

10.ગાલિબ

Image Source

મહાન કવિ મિર્ઝા અસદુલ્લાહ ખાન ગાલિબનું નામ કોઈ ભાગ્યે જ એવું હશે જે નહીં જાણતા હોય. દેવું અને દારૂના શોખીન હોવા છતાં ગાલિબને નફરત કરનારા એક બાદ એક તેના ચાહક બની ગયા હતા.ગાલિબે પોતાના વિશે કહ્યું હતું કે ‘હશે કોઈ એવું જે ગાલિબને નહીં જાણતું હોય.શાયર તો તે સારા છે પણ બદનામ બહુ છે. આજે પણ શાયરોના લિસ્ટમાં ગાલિબનું નામ ટોચ પર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.