ખભા ઉપર વિશાળકાય અજગર લઈને આરામથી ઘૂમી રહ્યો છે આ વ્યક્તિ, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હેરાન રહી જશો. વીડિયોમાં એક વ્યક્તિ એક વિશાળ અજગરને તેના ખભા પર લઈને પ્રાણી સંગ્રહાલયમાં પ્રવેશતો જોવા મળે છે. વીડિયો રેકોર્ડ કરનાર વ્યક્તિ અજગરના લાંબા શરીરને કારણે થોડા અંતર સુધી પાછળ ચાલતો રહે છે.

એવું લાગે છે કે અજગર તેને લઈ જવા માટે તૈયાર છે અને શાંતિથી તેના ખભા પર સૂઈ રહ્યો છે. કારણ કે તે તેનું રોજનું કામ છે અને તેઓ એકબીજાને સારી રીતે ઓળખે છે. એક રૂમમાં પ્રવેશતા પહેલા, અજગર રસ્તા પર ના અથડાય તે માટે માથું હલાવતો જોવા મળે છે. આ વીડિયોમાં જે બ્રુઅર નામનો વ્યક્તિ એક મોટા અજગરને પોતાના ખભા પર લઈ જઈ રહ્યો છે.

જે બ્રુઅર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેઓ પ્રાણીઓ સાથે મિત્રોની જેમ રમે છે અને રમાડે છે. સામાન્ય રીતે લોકો નાના સાપને જોઈને પણ ડરી જાય છે. પરંતુ જે બ્રુઅરને સાપ સાથે ખૂબ જ ગાઢ મિત્રતા છે. આ વાયરલ વીડિયોમાં તે પીળા રંગના વિશાળ અજગરને ખભા પર લટકાવીને ફરતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by hepgul5 😊 (@hepgul5)

આ વીડિયોમાં દેખાતો પીળો રંગનો અજગર 22 ફૂટથી વધુ લાંબો છે. આ જોઈને કોઈને પણ પરસેવો છૂટી શકે છે, પરંતુ તે જે બ્રુઅર ખભા પર મસ્તીથી લટકી રહ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું – જ્યારે આટલા ભારે અને લાંબા અજગરને ઉપાડવામાં મદદ કરવા માટે આસપાસ કોઈ ના હોય, તો તમારે જૂની રીત અજમાવવી પડશે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘Heapgul5’ યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે.

Niraj Patel