શરીરને સ્વસ્થ રાખવા કસરત કરવા માટે આ યુવકે પસંદ કરી એવી જગ્યા કે હાથ છૂટ્યો હોત તો શરીરનો એક પણ અંગ સાજો ના બચતો, જુઓ વીડિયો

આજના યુવાનો જિમની અંદર ખુબ જ પરસેવો વહાવતા જોવા મળે છે, દરેક વ્યક્તિ પોતાની જાતને એકદમ સ્વસ્થ રાખવા માંગતા હોય છે, પરંતુ આજે જિમના ઘેલા કરતા આજના યુવાનોને વાયરલ થવાનું ઘેલું વધારે લાગ્યું છે. જેના કારણે ઘણીવાર જિમ લવર યુવાનો એવી એવી જગ્યાએ કસરત કરતા વીડિયો બનાવે છે જેને જોઈને લોકો હેરાન પણ રહી જાય છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ એવી ખતરનાક જગ્યાએ લટકીને એક્સરસાઇઝ કરતો જોવા મળ્યો હતો, જેને જોઈને લોકો ચોંકી ઉઠ્યા. તમે સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો જોયા હશે, જેમાં લોકો પહાડની ટોચથી ખતરનાક જગ્યાઓ પર કસરત કરતા જોવા મળે છે, પરંતુ આમાં દેખાતો વ્યક્તિ એવી જગ્યાએ લટકીને કસરત કરી રહ્યો છે, જ્યાંથી તે પડ્યો હોત તો તેના હાથ-પગ તૂટી શકત.

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ હાઈવે પર દિશા અને અંતર દર્શાવતા બોર્ડ પર લટકીને કસરત કરી રહ્યો હતો. આ બોર્ડ ખૂબ જ ઉંચાઈએ સ્થાપિત થયેલું જણાય છે. હાલમાં, તે વ્યક્તિ આ બોર્ડ પર કેવી રીતે આવ્યો તે જાણી શકાયું નથી. તમે જોઈ શકો છો કે તે બોર્ડના લોખંડને બંને હાથથી પકડીને લટકીને કસરત કરી રહ્યો છે. વ્યક્તિને સહેજ પણ ડર લાગતો નથી.

 

View this post on Instagram

 

A post shared by ROYAL CARS © (@royalcarsz)

આ વીડિયો royalcarsz નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. 12 સેકન્ડનો આ વીડિયો લોકોને ચોંકાવી રહ્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયોને હજારો લોકોએ પસંદ કર્યો છે. આ વીડિયોને જોઈને એક યુઝરે કોમેન્ટ કરી કે, ‘એને બીજી કોઈ જગ્યા મળી નથી, પડી જશે તો હાથ-પગનું ભૂસું થઈ જશે. મોટાભાગના લોકો વ્યક્તિને મૂર્ખ કહી રહ્યા છે.

Niraj Patel