કિંગ કોબરાને પકડવા માંગતો હતો આ વ્યક્તિ, પછી થયું એવું કે વીડિયો જોઈને જ તમારા હોશ ઉડી જશે, ધ્રુજાવી દેનારો વીડિયો

સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લઈને ઘણા વીડિયો વાયરલ થતા હોય છે અને તેમાં પણ કોઈ સાપને લઈને વીડિયો વાયરલ થાય તે લોકોને જોવાના પણ ખુબ જ પસંદ આવતા હોય છે. કિંગ કોબરાને દુનિયાનો સૌથી ખતરનાક સાપ માનવામાં આવે છે, ઘણાં લોકો આ સાપને જોવા તો માંગે છે પરંતુ દૂરથી, પરંતુ જો કિંગ કોબરા તમારી આસપાસ આવી જાય તો ? માત્ર કલ્પના કરવાથી જ આપણે ધ્રુજી ઉઠીએ છીએ.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં કિંગ કોબરાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ કિંગ કોબરાને પકડવા માટે મહેનત કરતો જોવા મળે છે. વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે સાપ પકડાનારો વ્યક્તિ કિંગ કોબરાને પકડી રહ્યો છે. પરંતુ આ દરમિયાન કંઈક એવું બને છે જે સાપ પકડનારાનો પણ જીવ તાળવે ચોંટી જાય છે.

બને છે એવું કે કિંગ કોબરા સાપ પકડવા વાળા ઉપર ગુસ્સે થઇ જાય છે, અને તેના ઉપર જ હુમલો કરી દે છે. આ વીડિયોને જોઈને તમારા મનમાં પણ એમ થશે કે કિંગ કોબરાને પકડવું કેટલું મુશ્કેલી ભર્યું કામ છે. તેનાથી જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. પરંતુ તે વ્યક્તિ પણ ખુબ જ જિદ્દી હોય છે અને વારંવાર સાપને પકડવાનો પ્રયન્ત કરે છે.

જેના બાદ તમે જોઈ શકો છો કે કોબરા પોતાની ફેણ ફેલાવીને તે વ્યક્તિ ઉપર હુમલો કરે છે. જેમાં તે વ્યક્તિ બચી જાય છે. જેના બાદ ઘણા લોકો તે વ્યક્તિની મદદ માટે આવે છે અને છેલ્લે કોબરાને પકડી લેવામાં આવે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે આ વીડિયો ક્યાંનો છે અને કયારે શૂટ કરવામાં આવ્યો છે ?

Niraj Patel