રસ્તા વચ્ચે ઉભા રહીને કોટન કેન્ડી વેચી રહેલા આ વ્યકિતને જોઈને તમારી આંખોના પોપચાં પણ ભીના થઇ જશે, જુઓ વીડિયો

પેટની ભૂખ એવી હોય છે જેને ભરવા માટે લોકો કાળી મજૂરી પણ કરતા હોય છે. આપણે જયારે ઘરની બહાર નીકળીએ અને કોઈ જાહેર સ્થળ ઉપર જઈએ ત્યારે કેટલાય લોકો એવા હોય છે જે એક બે રૂપિયા માટે પણ મહેનત મજૂરી કરે છે અને તેમની દશા જોઈને આપણે પણ ભાવુક થઇ જતા હોઈએ છીએ. સોશિયલ મીડિયામાં હાલ એવો જ એક વીડિયો લોકોની આંખો ભીની થઇ રહી છે.

ઘણા લોકો રસ્તા ઉપર 5 કે 10 રૂપિયાની વસ્તુઓ વેંચતા હોય છે અને બહુ ઓછા લોકો તેને ખરીદવા આવે છે, પરંતુ શું આપણે ક્યારેય વિચારીએ છીએ કે તેને વેચનારની શું મજબૂરી હશે. તેનો પરિવાર કેવો છે અને તેની આર્થિક સ્થિતિ કેવી છે તે કોઈ જાણતું નથી. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયોને ધ્યાનથી જોશો તો સમજાશે કે વ્યક્તિ કોઈ ને કોઈ મુશ્કેલીમાં છે.

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના અભિનીત ફિલ્મ ગુલાબો સિતાબોનું ગીત ‘હર દો દિન કા યે મેલા હૈ’ આ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ઘણા નેટીઝન્સ તેમની રીલ માટે આ ગીતનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ કોઈને ખબર ન હતી કે આ ગીત લોકોને આટલું ભાવુક બનાવશે. ફોટોગ્રાફર અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર આસિફ ખાને હાલમાં જ આ ગીતનો ઉપયોગ કરીને એક વીડિયો શેર કર્યો છે, જેનાથી લોકોની આંખોમાં આંસુ આવી ગયા છે.

આ રીલને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ અને 688k લાઈક્સ મળી છે. ફોટોગ્રાફરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કોઈનો સંઘર્ષ બહારથી દેખીતો ન હોવાનો મતલબ એ નથી કે તેને અંદરથી ઈજા નથી થઈ.’ ભાવુક કરી દેનારી આ કલીપમાં પુણેમાં એક વ્યક્તિ કોટન કેન્ડીના પેકેટો વેચવાનો પ્રયાસ કરી રહેલો રસ્તા પર ઊભેલો જોઈ શકાય છે. તે વ્યક્તિ ખરેખર ઉદાસ અને થાકેલો દેખાય છે કારણ કે તે રસ્તાની બાજુમાં ઉભો છે અને તેની કેન્ડી ખરીદવા માટે નજીકમાં કોઈ નથી. પછી તે રડવા લાગે છે અને તેના આંસુ લૂછતો જોઈ શકાય છે.

Niraj Patel