વાયરલ

ખેડૂતે કબાડીના સામાનમાંથી બનાવી એવી ગાડી કે કારીગરી જોઈને મોટો મોટા ઇજનેરો પણ થઇ જશે ફેઈલ, જુઓ વીડિયો

આપણા દેશની અંદર કોઈપણ સમસ્યા માટે કોઈને કોઈ રસ્તો મળી આવે છે, ઘણા લોકો એવા હોય છે જે સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈને કોઈ જુગાડ શોધી જ લેતા હોય છે, ઘણા લોકોના જુગાડુ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે,  અને આ વીડિયોને જોઈ આપણે પણ હેરાન રહી જઈએ છીએ.

ઘણા લોકો એવા પણ હોય છે જે કોઈપણ જાતની ડિગ્રી વગર જ પોતાની કોઠાસૂઝ દ્વારા અનોખો જુગાડ કરીને કંઈક એવું બનાવી દે છે જેને જોઈને ઇજનેરો પણ ગોથા ખાઈ જાય. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક ખેડૂતે  પોતાના જુગાડથી એવી ગાડી બનાવી છે કે જેમાં તેનો આખો પરિવાર બેસીને ફરી શકે છે.

ખેડૂતના જુગાડ વાળી ગાડીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.. આ વીડિયોને જોઈને તમે પણ કહેશો કે આ જુગાડ ખરેખર કામની વસ્તુ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેડુત પાસે ના તો કાર છે ના સાઇકલ છે. જેના બાદ તેને પોતાના પરિવાર સાથે ફરવા માટે અનોખી ગાડી બનાવી દીધી.

 

View this post on Instagram

 

A post shared by JUGAAD (@jugaadu_life_hacks)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ખેડૂત અજીબોગરીબ ગાડીને કંઈક મારીને સ્ટાર્ટ કરે છે. આ ગાડીમાં ચાર નાના નાના પૈડાં લાગેલા છે. આ ગાડીની બોડી એલ્યુમિનિયમથી બનાવવામાં આવી છે. ગાડી જોઈને લાગી રહ્યું છે કે તેમાં 4-5 લોકો આરામથી બેસી અને ફરી રહ્યા છે. આ ગાડીમાં સ્ટેરીંગ પણ છે અને બાજુમાં જનરેટર પણ લાગેલું છે. આ જનરેટરથી ગાડી સ્ટાર્ટ થઈને ચાલે છે. આ ગાડીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.